અમદાવાદ, તા.21 : ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા હજુ શાંત નથી પડ્યા ત્યારે અમદાવાદના નિકોલમાં પણ ભેળસેળયુક્ત દારૂ સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટારિંગ સેલ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દરોડો પાડીને એક યુવકને ઝડપી લેવાયો હતો. આરોપી અને તેનો ભાગીદાર સસ્તા દારૂમાં એસેન્સ તથા અન્ય કેમિકલ ભેળવીને મોંઘા દારૂની બોટલોમાં ભરી તથા સ્ટીકરો લગાવીને ગ્રાહકોને વેચતા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે.
નિકોલમાં અટલ આવાસ યોજનાના ગેટ
પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જ્યુપિટર વાહન સાથે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ
માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી
આવી હતી. આરોપી પાસેથી અંદાજે રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ કબજે કરવામાં
આવ્યો હતો. પૂછપરછના આધારે તપાસ આગળ વધારતાં કુબેરનગર વિસ્તારમાં દિનેશ જંડાવાલાના
ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી વધુ ચાર બોટલો મળી આવી હતી. ઉપરાંત પ્લાસ્ટિકની ચાર બોટલો
અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.9,500નો મુદ્દામાલ કબજે કર્યો
હતો. પોલીસે હાલમાં સુનિલ ઉર્ફે સોનુ માખિજા, દિનેશ જંડાવાલા અને અન્ય અજાણ્યા શખસ
વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે દિનેશ જંડાવાલા
ચામુંડા બ્રિજ પાસે આવેલી તેના પરિચિતની ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ
સ્ટીકર અને બોટલના સીલ તથા ઢાંકણ લાવતો હતો.