• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

બંધ રૂમમાં જાતિસુરક્ષા શબ્દો એટ્રોસિટી નહીં

કોઇ સામાન્ય નાગરિક હાજર ન હોય, તો કાયદાની કલાકો લાગુ ન થાય : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 21 : જાતિસૂચક અપમાન અને એટ્રોસિટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ ઘટના માત્ર જાહેર સ્થળ  (જેમ કે સ્કૂલ કે ઓફિસ) પર બની હોવાથી તેને ‘પબ્લિકવ્યૂ’ માની લેવામાં આવતી નથી. જો કોઈ બંધ રૂમમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય અને ત્યાં કોઈ સામાન્ય નાગરિક હાજર ન હોય કે સાંભળી ન શકે, તો તેના પર એસસીએસડી કાયદા  એક્ટની કલમો લાગુ પડતી નથી.

આ વિવાદ ઉત્તરપ્રદેશની એક સ્કૂલનો છે. બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડા બાદ તેમના પિતા સ્કૂલ મેનેજર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આક્ષેપ હતો કે, ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી અને સ્કૂલ મેનેજર દ્વારા તેમને જાતિસૂચક અપશબ્દો કહેવામાં આવ્યા. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન, કોર્ટનું મુખ્ય ધ્યાન એસસીએસડી એક્ટની કલમ 3 (1) (આર) (જાણીજોઈને અપમાનિત કે ડરાવવાનો ઈરાદો) અને 3 (1) (એસ) (જાતિનાં નામે ગાળો આપવી) પર હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બંને કલમ માટે ’ફક્ષુ ાહફભય |શાવિંશક્ષ ાાuબહશભ દશયૂ’ (એવી જગ્યા જે જાહેર હોય) શરત ફરજિયાત છે. 

કોર્ટે સમજાવ્યું કે, ’ઙીબહશભ ટશયૂ’નો અર્થ માત્ર ’ઙીબહશભ ઙહફભય’ (જાહેર સ્થળ) પૂરતો સીમિત નથી. જો કોઈ ખાનગી સ્થળે ઘટના બને, પરંતુ ત્યાં  સામાન્ય લોકો હાજર હોય અને તે સાંભળી કે જોઈ શકતા હોય, તો તે પણ ’ઙીબહશભ ટશયૂ’ ગણાય, પરંતુ જો ઘટના સંપૂર્ણપણે બંધ રૂમમાં બની હોય, જ્યાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ હાજર ન હોય, તો માત્ર તે સ્થળ સ્કૂલ કે ઓફિસ હોવાથી તેને જાહેર નજર સમક્ષ થયેલી ઘટના ગણી શકાય નહીં.

સ્કૂલના કેસમાં શિક્ષકોએ નિવેદન આપ્યું હતું કે, તેમણે ઝઘડો અને મારપીટ જોઈ હતી, પરંતુ કોઈએ એમ નહોતું કહ્યું કે તેમણે જાતિસૂચક ગાળો સાંભળી હતી. તેથી, માત્ર શિક્ષકોની સ્કૂલમાં હાજરી એ સાબિત નથી કરતી કે અપશબ્દો ‘ઙીબહશભ ટશયૂ’માં બોલવામાં આવ્યા હતા. 

કોર્ટે પોતાના અગાઉના જાન્યુઆરી 2025ના  ‘કરુપ્પુદયાલ વિરુદ્ધ રાજ્ય’ અને ‘િહતેશ વર્મા વિરુદ્ધ ઉત્તરાખંડ રાજ્ય’ના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે, જો ચારે તરફથી બંધ જગ્યામાં કોઈ અપમાન થાય અને ત્યાં સામાન્ય લોકો હાજર ન હોય, તો એસસી/એસટી એક્ટની શરતો પૂરી થતી નથી. આથી કોર્ટે હાઈકોર્ટનો આદેશ રદ કરી એસસી/એસટી એક્ટ હેઠળની કાર્યવાહી રદ કરી દીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક