• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

જેપી નડ્ડા એઇમ્સમાં દાખલ: એન્જિયોગ્રાફી બાદ તબીબી દેખરેખ હેઠળ

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાની તબિયત બગડયા બાદ તેઓને દિલ્હી સ્થિત એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. હોસ્પીટલ તરફથી જાહેર સત્તાવાર નિવેદન અનુસાર 13 ઓગસ્ટની સાંજે અહસજતાનો અનુભવ થવા ઉપર નડ્ડાની તબીબી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોનરી એન્જિયોગ્રાફી તેમજ મહત્ત્વના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તબીબોએ વર્તમાન સમયે નડ્ડાની તબિયત સ્થિર બતાવી છે. કાર્ડિયોલોજી વિભાગની દેખરેખમાં તેઓને રાખવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક