ઓપરેશન સિંદૂર ઉપર અજિત ડોભાલનો દુશ્મનોને સ્પષ્ટ સંદેશ
ઈસ્લામાબાદ,
તા. 14 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાનને આકરો સંદેશ આપતા સ્વતંત્રતા
દિવસ પહેલાં કહ્યું હતું કે, ભારત પોતાના દુશ્મનો ઉપર કાર્યવાહી કરવામાં પરિણામોની
પરવાહ કરતું નથી. ઓપરેશન સિંદૂર બાદ ડોભાલનું આ નિવેદન ભારતની બદલતી નીતિનું સ્પષ્ટ
ઉદાહરણ છે.
ડોભાલે
સાફ કહ્યું હતું કે, ભારતની ઉદારતાને નબળાઈ સમજવી જોઈએ નહીં. ભારત જોખમ ઉઠાવી શકે છે
અને આકરો પ્રહાર પણ કરી શકે છે. ડોભાલે આ વાત ડિસ્કવરીની આગામી ડોક્યુમેન્ટરી સીરીઝમાં
કહી છે. ઓપરેશન સિંદૂર ઉપર આ ડોભાલનો પહેલો ઇન્ટરવ્યૂ ગણવામાં આવે છે. જેમાં તેઓએ
88 કલાક ચાલેલા સૈન્ય અભિયાન પાછળની રણનીતિ અને નિર્ણય પ્રક્રિયા અંગે વિસ્તારથી વાત
કરી છે.