લાલ કિલ્લા પરથી વડા પ્રધાનનું સતત 13મું રાષ્ટ્રજોગ સંબોધન : એક કરોડ યુવાનોને મળશે એઆઈ ટ્રાનિંગ
મતભેદો ભૂલી મહિલાઓ અનામતના અમલમાં
સહકાર આપવા વિપક્ષને અપીલ : દેશમાંથી તો નક્સલવાદ દૂર થયો પણ હજુ “િદમાગ’’માંથી કાઢવાની
જરૂર
નવી દિલ્હી, તા. 16 (પી.ટી.આઇ):
રાજકીય પક્ષો મતભેદો ભૂલીને સંસદમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સુનિશ્ચિત કરવામાં સહકાર
આપે તેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષોને અપીલ કરી હતી અને વિકસિત ભારતના
નિર્માણ માટે યુવાનોને નેતૃત્વ લેવાની હાકલ કરી હતી. આ સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારી
હતી કે દેશમાંથી સશસ્ત્ર નક્સલવાદ દૂર થઇ ગયો છે પરંતુ “િદમાગી નકસાલવાદ’’ હજુ પણ સંતાયેલો
છે.
વડા પ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય
દિનનું સતત 13મું સંબોધન કર્યું હતું જે જવાહરલાલ નહેરૂનાં 17માં સંબોધન પછીનું બીજા
ક્રમનું હતું. વિકાસની સાત ધારા અર્થાત “સપ્તધારા’’ નો ઉલ્લેખ કરીને તેમણે ભારતના આર્થિક
અને વ્યૂહરચનાત્મક વિકાસ માટે જે વિકસિત ભારત 2047નું વિઝન આયું છે તેનો ઉપયોગ કરીને
વિકસિત ભારતનો પથ તૈયાર કરવા નેતૃત્વ લેવાની રાજકીય પક્ષો અને યુવાનોને હાકલ કરી હતી.
પરીક્ષામાં ગેરરીતિઓ, પેપર લીક થવાના કિસ્સાનાં વિરોધમાં વિદ્યાર્થીઓના આંદોલનનનાં
થોડા સપ્તાહ બાદ આજે લાલ કિલ્લાનાં મંચ ઉપરથી દેશનાં 80માં સ્વાતંત્ર્ય દિને યુવાનોને
સંબોધીને તેમણે કરેલા પ્રવચનની સાથે શ્રેણીબદ્ધ જાહેરાતો પણ કરી હતી. જેમાં સ્પર્ધાત્મક
પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન કાચિંગ, એક કરોડ યુવાનોને એઆઇની તાલીમ, 2036 અૉલિમ્પિક્સ
માટે પાંચથી 15 વર્ષના બાળકો માટે સ્પોર્ટસ ટેલેન્ટ હંટ, તથા એકદમ જાગૃત નાગરિક સુરક્ષા
નેટવર્ક જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને યુવાનો માટે ઉત્પાદન,
સ્પેસ અને ન્યુક્લિયર તથા સેમિ કંડક્ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો ઉભી કરવા
જણાવ્યું હતું. પોતાના 75 મિનિટનાં સંબોધનમાં તેમણે 50થી વધારે વાર યુવાનોનો ઉલ્લેખ
કર્યો હતો. વ્યૂહરચનાત્મક દરિયાઇ માર્ગોના હથિયાર તરીકે ઉપયોગ કરવાના થઇ રહેલા પ્રયાસો
અંગે વડા પ્રધાને વૈશ્વિક સમુદાયને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું સ્થાનિક સ્તરે તેમણે
સરહદો વટાવી ને યુદ્ધ થઇ રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જાગૃત સિવિલ ડિફેન્સ નેટવર્ક
ઉભું કરવાની પહેલ કરી હતી. આ નવું નેટવર્ક હાલની જૂની-પુરાણી અને કાલબાહ્ય થઇ ગયેલી
પ્રણાલીનું સ્થાન લેશે.
સંસદનું ચોમાસું સત્ર વિરોધ વચ્ચે
ધોવાઇ ગયાને હજુ બે દિવસ થયા છે. ત્યારે જ તેમણે મહિલા સશક્તિકરણનો આદર કરવાની સૌને
અપીલ કરીને લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામતના અમલ માટે વિપક્ષ
સહિત તમામ રાજકીય પક્ષોને રાજકીય મતભેદો બાજુએ મૂકી સહકાર આપવાની પણ તેમણે અપીલ કરી
હતી. મહિલાઓને પણ તેમનું યોગદાન આપવાનો હક મળે તે આજના સમયની જરૂરિયાત હોવાનું તેમણે
ભારપૂર્વક જણાવ્યું હતું. યાદ રહે ડી-લિમિટેશન સાથે જોડાયેલો બંધારણીય સુધારાનો ખરડો
બજેટ સત્રમાં પસાર થઇ શક્યો નહોતો, પરંતુ હાલમાં જ પૂરા થયેલા સત્રમાં તો તેના ઉપર
ચર્ચા પણ થઇ શકી નહોતી.