ખંભાળિયા,
તા.22: ખંભાળિયા-જામનગર રોડ પર ગઈકાલે રાત્રે મેઘપર પડાણામાં રહેતા તથા કંપનીઓમાં કામ
કરતા ત્રણ શ્રમિક છોટા હાથી લઈને ખંભાળિયા તરફ આવતા હતા ત્યારે આરાધના ધામ પાસે ઓવર
ટેક કરવા જતાં આગળ જતાં ટ્રક સાથે અથડાતા બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું
હતું.
ખંભાળિયા-જામનગર
રોડ પર રાત્રીના સમયે બનેલી ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં મૂળ છત્તીસગઢ તથા હાલ મેઘપર
ગામે રહેતા ગુડુ કમલેશ્વર મહાજી (ઉં.21) તથા અર્જુન ખેમલાલ (ઉં.14) ટ્રકની પાછળ છોટાહાથી
ઘુસી જતા દબાઈ ગયા હતા. જેમને છોટા હાથીના પતરા કાપીને બે કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં
આવ્યા હતા પરંતુ બન્ને મૃત્યુ પામ્યા હતા જ્યારે કૌશિક ગાવિંદ પરમારને ઇજા થતાં ખંભાળિયા
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ
હાથ ધરવામાં આવી હતી.