2024માં મહિલાઓ સામેના 4.4 લાખથી વધારે અપરાધ : ગઈછઇના રિપોર્ટમાં ગંભીર તથ્ય
નવી
દિલ્હી, તા. 9 : દેશમાં વર્ષ 2024 દરમિયાન કુલ સંજ્ઞેય અપરાધ (કોગ્નિઝેબલ ઓફેન્સ)માં
ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના નવા આંકડા અનુસાર
2024માં દેશભરમાં 58.8 લાખ સંજ્ઞેય અપરાધ નોંધાયા હતા જ્યારે 2023માં આ સંખ્યા 62.4
લાખ હતી. એટલે કે કુલ અપરાધોમાં અંદાજિત 6 ટકાનો ઘટાડો આવ્યો છે.
રિપોર્ટ
અનુસાર હત્યાના કેસમાં પણ 2.4 ટકાનો ઘટાડો થયો છે જ્યારે પ્રતિ લાખ આબાદીએ અપરાધ દર
2023ના 448.3થી ઘટીને 2024માં 418.9 થયો છે. મહિલાઓ સામેના અપરાધમાં પણ નજીવો ઘટાડો
નોંધાયો છે. 2024માં મહિલાઓ સામેના અપરાધના 4,41,534 મામલા નોંધાયા હતા જ્યારે
2023માં આ સંખ્યા 4,48,211 હતી. મહિલાઓ સામેના અપરાધનો દર પણ ઘટીને પ્રતિ લાખ મહિલા
આબાદીએ 64.6 છે, જે 2023માં 66.2 હતો.
એનસીઆરબીના
આંકડા અનુસાર દેશમાં સરેરાશ દર કલાકે મહિલાઓ સામેના 50 બનાવો નોંધાયા હતા જ્યારે દર
18 મિનિટે દુષ્કર્મનો એક બનાવ નોંધાયો હતો. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે
2024માં મહિલાઓ સામેના સૌથી વધારે મામલા પતિ કે સંબંધિઓ દ્વારા ક્રૂરતાના હતા. આવા
કુલ 1,20,227 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મહિલાઓનાં અપરહણના 67,827 અને પોક્સો એક્ટ
હેઠળ 67,809 કેસ નોંધાયા હતા. મહિલાઓની મર્યાદા ભંગ કરવાની નિયતથી હુમલાના 48,303 બનાવ,
દુષ્કર્મના 29,536 કેસ, યૌન ઉત્પીડનમાં 15,609, મર્યાદાનું અપમાન કરવાના 9,241 કેસ
નોંધાયા હતા.