2020ની ગલવાન અથડામણ પછી પહેલી મુલાકાત
નવી
દિલ્હી3 તા.13 : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ભાજપ મુખ્યાલય
પહોંચ્યું હતુ. 2020 માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ અથડામણ પછી આ પહેલી વાર હતું
જ્યારે કોઈ એક ચીની રાજકીય પક્ષનું પ્રતિનિધિમંડળ ભારતના શાસક પક્ષ સાથે વાતચીત માટે
પહોંચ્યું હતું. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય
વિભાગના ઉપમંત્રી સુન હૈયાન કરી રહ્યા હતા. ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ
ઇન્સ્ટાગ્રામ પર ભાજપ કાર્યાલયમાં ચીની પ્રતિનિધિમંડળના આગમન વિશે માહિતી શેર કરી જણાવ્યું
કે વાતચીત કેવી રીતે વધારવી તે અંગે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે
ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક
દરમિયાન ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેની વાતચીત ભાજપના મહાસચિવ અરુણ સિંહ દ્વારા કરવામાં
આવી હતી. અરુણ સિંહે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે અમે ભાજપ અને સીપીસી વચ્ચે વાતચીત
કેવી રીતે વધારવી તે અંગે ચર્ચા કરી હતી. ભાજપ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે
ઔપચારિક વાતચીત વર્ષ 2000 થી ચાલુ છે.