વોરગેમ્સમાં સામેલ ન થઈને અમેરિકા સાથે સંબંધોને સંતુલિત રાખવાનો પ્રયાસ
નવી દિલ્હી, તા. 12 : ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની આગેવાનીના ‘િબ્રક્સ’ સંગઠનના ઘણા સભ્યોએ દક્ષિણ આફ્રિકાના તટ પાસે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું નેતૃત્વ ચીન કરી રહ્યું છે અને રશિયા, ઈરાન અને યુએઇ જેવા દેશ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. એક તરફ દક્ષિણ આફ્રિકાએ અભ્યાસને વધતા સમુદ્રી તણાવ વચ્ચે જરૂરી જવાબ ગણાવ્યો છે. તો બીજી તરફ ભારતે પોતાને આ અભ્યાસમાંથી અલગ કર્યું છે. લેટિન અમેરિકી દેશ બ્રાઝિલ પણ અભ્યાસમાં ભાગ લઈ રહ્યો નથી. આ બન્ને દેશ બ્રિક્સના સંસ્થાપક સભ્યો રહી ચૂક્યા છે. એક અઠવાડિયા સુધી ચાલનારા ‘િવલ ફોર પીસ 2026’ અભ્યાસનું આયોજન સાઇમન ટાઉનમાં કરવામાં આવી રહ્યું છે. ચીનનાં રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે અભ્યાસમાં બચાવની રીતની સાથે સાથે સમુદ્રી હુમલા અને ઓપરેશન્સ સંબંધિત ટેકનિકનું આદાન પ્રદાન