‘દુનિયામાં મંદી વાતો થઈ રહી છે ત્યારે ભારતનો વિકાસદર આઠ ટકાથી વધુનો’
નવી
દિલ્હી, તા.6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું
હતું કે જ્યારે દુનિયામાં મંદીની વાતો થઈ રહી હોય છે ત્યારે ભારત પ્રગતિની કથા લખે
છે. તેમણે કહ્યું કે આજે દુનિયા અનિશ્ચિતતાથી ભરેલી છે પરંતુ આ દૌરમાં પણ આપણું ભારત
અલગ જ લીગમાં દેખાઈ રહ્યું છે. ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. દુનિયામાં વિશ્વાસનો
અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે ભારત વિશ્વાસનો ગુંબજ બન્યો છે.
તેમણે
કહ્યું કે હજુ થોડા દિવસ પહેલાં જ ભારતમાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા સામે
આવ્યા છે. આઠ ટકાથી વધુની જીડીપી સાથેનો વિકાસદર આપણી પ્રગતિની નવી ગતિનું પ્રતિબિંબ
છે. આ એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત આજે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું વિકાસચાલક છે અને આ
આંકડા ત્યારે આવ્યા છે કે જ્યારે વૈશ્વિક વિકાસ ત્રણ ટકાની આસપાસ છે. જી-સાતની અર્થવ્યવસ્થા
દોઢ ટકાની આસપાસ છે.
એચટી
લીડરશિપ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણા દેશમાં ઉચ્ચ ફુગાવાને
લઈને ચિંતાઓ વ્યક્ત થતી હતી આજે એ જ લોકો ફુગાવો નીચે ગયાની વાત કરી રહ્યા છે. ભારતની
સિદ્ધિ સામાન્ય બાબત નથી. એક નક્કર પરિવર્તન છે જે ભારત છેલ્લા એક દશકમાં લાવ્યું છે.