• મંગળવાર, 03 માર્ચ, 2026

પાકિસ્તાનમાં વિભાજન સમયે 1817 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા હતા, જેમાંથી ફક્ત 37 જ સક્રિય

પૌરાણિક સ્થળોનાં સમારકામ પ્રત્યે પાક.ની એક પણ સરકારે ધ્યાન ના આપ્યું : સંસદીય સમિતિ સમક્ષ રિપોર્ટ રજૂ કરાયો

નવી દિલ્હી, તા.6 : પાકિસ્તાનમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓ તેમના ધાર્મિક સ્થળો મંદિર, ગુરુદ્વારા વગેરેને નિશાન બનાવી રહ્યા છે. જેને પગલે હવે સક્રિય મંદિરો અને લઘુમતીઓના અન્ય ધાર્મિક સ્થળોની સંખ્યા પણ ઘટવા લાગી છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં કુલ 1817 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા છે તેમાંથી માત્ર 37 જ સક્રિય છે કે જ્યાં ધાર્મિક કાર્યે થાય છે જ્યારે અન્ય ધાર્મિક સ્થળો ધ્વંસ થવાની સ્થિતિમાં છે. પાકિસ્તાન પાર્લામેન્ટરી કમિટી ઓન માઇનોરિટી સમક્ષ તાજેતરમાં એક આંચકાજનક અહેવાલ રજૂ થયો છે. તેમાં જણાવ્યું છે કે દેશમાં 1947માં 1817 હિન્દુ મંદિર અને ગુરુદ્વારા હતાં. તેમાંથી અત્યારે માત્ર 37 બચ્યાં છે. આ સાથે તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાંથી હિન્દુઓ અને શીખોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી તરફ તે સમયથી જર્જરિત થઈ ગયેલાં મંદિરો કે ગુરુદ્વારાઓના સમારકામ પ્રત્યે પણ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે. તેથી તત્કાળ બંધારણીય અને કાનૂની સુધારા કરવા જરૂરી છે. આ સમિતિની સેશનના પહેલા જ દિવસે તે સેશન બોલાવનાર સેનેટર દાનેશ કુમારે કહ્યું હતું કે આ સમિતિએ ખરા અર્થમાં તે મંદિરો અને ગુરુદ્વારાઓનાં રક્ષણ માટે પગલાં લેવા જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતીઓના સંવૈધાનિક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક