-2 કિમી સુધી અવશેષો પડયા, 5 કિમી સુધી અવાજ સંભળાયો
બરેલી
તા.રપ : રાંધણ ગેસના બાટલા ફાટવાથી યુપીના બરેલીમાં પ્રચંડ ધડાકા સાથે જાણે જવાળામુખી
ફાટયો હોય અને ઉલ્કાપિંડનો વરસાદ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો.
બરેલીના
રજઉ પરસપુરમાં ગેસ એજન્સી બહારએક ટ્રકમાં આગ લાગ્યા બાદ તેમાં રહેલા ગેસ સિલિન્ડર આગના
ગોળા બનીને હવામાં ઉડયા હતા. 70 જેટલા સિલિન્ડર ટ્રકમાં એક પછી એક ફાટયા હતા જેમાં
30 હવામાં ઉડયા હતા. ધડાકો અને આગમાં ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો.
દુર્ઘટના
બાદ આશરે ર કિમી દૂર સુધી ગેસના બાટલાના અવશેષો ખેતરોમાં પડયા હતા અને ઉભો પાક સળગ્યો
હતો. બ્લાસ્ટનો અવાજ પ કિમી દૂર સુધી સંભળાયો હતો. સ્થિતિ એટલી ભયાનક હતી કે નજીકનું
અડઘુ ગામ ખાલી થઈ ગયું હતુ. બનાવના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.