• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

વાંકાનેરના વઘાસિયામાં સિરામિક ફેકટરીમાં પૈસા બાબતે તોડફોડ : 75 લાખનું નુકસાન

કારખાનેદારની ફરિયાદ પરથી 12 સામે ગુનો : 10 આરોપીની ધરપકડ

મોરબી, તા.13: મોરબીના રવાપર રોડ પર રહેતા અને વઘાસિયા સીમમાં કુશો ગ્રેનીટો પ્રા.લી.  નામનું સિરામિક કારખાનું ધરાવતા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, થોડા દિવસો અગાઉ તેઓ કામ અર્થે બહાર હતા ત્યારે 12 આરોપીઓએ તેમના કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરી સુરક્ષાકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી કારખાનામાં રહેલી કિંમતી મશીનરીમાં ભારે તોડફોડ કરી આશરે 75 લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડયુ હતું.

કારખાનામાં અગાઉ મજૂર કોન્ટ્રાક્ટ રાખતા ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ અને શશીપ્રકાશ નામના શખ્સો જે પહેલા મજૂરોનો કોન્ટ્રાક્ટ રાખતા હતા, તેઓ બાકી રૂપિયા લેવા અન્ય 8 અજાણ્યા માણસો સાથે એક આયસર ગાડી લઈને ધસી આવ્યા હતા. આરોપીઆએ સિક્યુરિટી ગાર્ડને ધમકાવીને પ્રેસ વિભાગ, કીલન વિભાગ અને ગ્લેજ લાઈનના વાયરો તથા યુનિટોમાં તોડફોડ કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતં કે, આનંદ કાંતીભાઈ કૈલાએ આ આરોપીઓને બાકી નીકળતા રૂપિયાના બદલામાં કારખાનામાંથી મશીનરી ભરી જવા જણાવ્યું હતું પરંતુ સિક્યુરીટીએ ફોન કરતા પોલીસ આવી જવાથી આ શખ્સો મશીનરી સહિતનો સમાન પાછો મૂકી દઈ જતા રહ્યા હતા. તોડફોડના કારણે કારખાનામાં આશરે 75 લાખનું નુકશાન થયું હતું. આ મામલે વાંકાનેર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે આરોપી ભીષ્મ રાજવલી પાંડે (રહે. હાલ વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી-ર), પ્રકાશ કાનાભાઈ સરૈયા (રહે.વાંકાનેર), હીરાલાલ જગદીશભાઈ પરમાર (રહે.લગધીરપુર શેરી નં.ર, તા.મોરબી), માંગીરામ જયપાલ પંધાલ (રહે.શુભ સિરામિક લખધીરપુર રોડ, મોરબી, મુળ રાજસ્થાન), ચંદ્રભૂષણ બચુભાઈ જેસવાલ (રહે. ગોકુલનગર મકનસર ગામ, તા.મોરબી), સદામ અયુબભાઈ શાહમદાર (રહે.વાંકાનેર), અકબર સલીમભાઈ શાહમદાર (રહે.વાંકાનેર), કામિલશા ઉર્ફે કાળુભાઈ અબ્દુલકરીમ બાનવા (રહે.વાંકાનેર), શાશીપ્રકાશસિંગ દશરથસિંગ ક્ષત્રીય (રહે. પાવન પાર્ક શેરી નં.3, મોરબી) અને સોમકુમાર વીરેન્દ્ર રામ (રહે. હાલ કેડા સિરામિક પાનેલી રોડ, તા.મોરબી)ને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક