• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

સુરતના સરથાણામાં મહિલાએ 7 વર્ષના બાળકને ઢસડીને માર માર્યો બાળકે મહિલાના ઘરની ડોરબેલ વગાડતા ક્રૂરતા આચરી

સુરત, તા. 12 : સુરતના સરથાણા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આવેલી સિલિકોન રેસિડેન્સીમાં રહેતા સુધીરભાઈ વઘાસિયાના 7 વર્ષના પુત્રને એક મહિલાએ એટલી ક્રૂરતાથી માર માર્યો કે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે બાળકે મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી.

અપેક્ષાબેન નામની મહિલાએ માનવતા નેવે મૂકીને માસૂમ બાળકને પકડી લીધો હતો. મહિલાએ બાળકને જમીન પર ઢસડયો અને પટકીને માર માર્યો હતો. 

આ હિંસક હુમલાના કારણે માસૂમ બાળકને પેટના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ છે. જમીન પર ઢસડાવાને કારણે બાળકનો પગ સોજી ગયો છે અને તે હાલમાં ભયભીત અવસ્થામાં છે.

બાળકના પિતા સુધીરભાઈ વઘાસિયાએ આ મામલે ન્યાય મેળવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પરિજનોની માગ છે કે, માસૂમ બાળક સાથે આવું અમાનવીય કૃત્ય કરનાર મહિલા અપેક્ષાબેન સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક