• મંગળવાર, 03 માર્ચ, 2026

બાબરાના સીમ વિસ્તારમાંથી વાયર ચોરાયો બે શખસની ધરપકડ: ચોરાઉ વાયર જપ્ત

અમરેલી, તા.6: બાબરા ગામે અમરેલી રોડ, પાણીના ટાંકા પાસે રહેતાં અને ખેતીકામ કરતાં નાથુભાઇ ઘોહાભાઇ બસિયા નામના 60 વર્ષના વૃદ્ધના ખેતરમાં ગત તા.2ના 10-30 વાગ્યાથી તા.3ના કલાક 9 વાગ્યા સુધીના કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે વૃદ્ધના ખેતરમાં પ્રવેશ કરી ખેતરમાંથી પાણીની મોટરનો રૂ.10 હજારની કિંમતનો પટ્ટી કેબલ વાયર ચોરી કરી લઇ જતા બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અન્વયે, બાબરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનની ચોરીનાં ગુના ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી બાબરા ગામે ધુડિયા પ્લોટ સ્મશાનની બાજુમાં રહેતા મયુર ઉર્ફે ભાણો વિનોદભાઇ મકવાણા તથા જયદીપભાઇ ઉર્ફે ટકો, રમેશભાઇ પંચાસરાને ચોરાઉ કેબલ વાયર સાથે પકડી પાડયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક