• શનિવાર, 19 જુલાઈ, 2025

ભચાઉમાં પેટિયું રળવા આવેલા ઝારખંડના શ્રમિકનું લાકડી-ધોકા ફટકારી ઢીમ ઢાળી દીધું

રાજકોટ સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો 

રાજકોટ તા.16: ભચાઉમાં બાંધકામ સાઈટ પર કામ કરતા પરપ્રાંતીય શ્રમિકને અન્ય બે મજૂરોએ ધોકાથી માર મારતા ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવ અંગે ભચાઉ પોલીસને જાણ કરવામાં આવી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઝારખંડનો વતની પપ્પુ ચૌધરી ઉ.28 બે-ત્રણ દિવસ પહેલા જ ભચાઉ આવી માનસરોવરમાં સેન્ટ્રિંગ કામની મજૂરી કરતો હતો ગત તા. 8/7ના રોજ રાત્રે બાંધકામ સાઈટ પર પોતાની ઓરડીએ હતો ત્યારે બે શ્રમિકોએ આવી લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. જેથી પપ્પુને ગંભીર ઇજા થતા તાત્કાલિક ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં બેભાન થઈ જતા વધુ સારવાર અર્થે ગાંધીધામ સિવિલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં આજે વહેલી સવારે તેનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પપ્પુ જે ઓરડીમાં રહેતો હતો ત્યાં નજીકમાં રહેતા સ્થાનિક રીતેશ અને રાકેશ નામના બે ભાઈઓએ ઝઘડો કરી પપ્પુને માર માર્યો હતો. પોલીસે બંને ભાઈઓને સકંજામાં લઇ લીધા હતા પપ્પુ ત્રણ ભાઈમાં નાનો હતો શ્રમિકની હત્યાથી એક દીકરી અને બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક