• શનિવાર, 19 જુલાઈ, 2025

પડધરીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાત

બાળકોને માર મારવાની ના પાડતા માથાકૂટ થઇ હતી

રાજકોટ  : રાજકોટ જિલ્લાના પડધરી પાસે આવેલ કારખાના ખાતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઝેરી દવા પી લેતા પડધરી બાદ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહી મૃત્યુ નીપજ્યું હતું તોફાન કરતા સંતાનોને માર મારતા પતિએ બાળકોને મારવાની ના પાડતા દંપતી વચ્ચે ઝઘડો થતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.  

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારના અને હાલ પડધરીમાં દુર્ગા ફ્લાસિંગ કારખાનાની ઓરડીમાં રહેતા બિજલીબેન સંજીત દાસ ઉં.30એ ગત સાંજે ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડતા સારવાર દરમિયાન રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂએ નોંધ કરી પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસે આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો પોલીસની પ્રાથમિક પુછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, બિજલીબેનના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા તેને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે પતિ ઉપરોક્ત કારખાનામાં મજૂરી કામ કરતો કરે છે.

ગઈકાલે બાળકો તોફાન કરતા હોવાથી અને અંદરો-અંદર ઝઘડો કરતા હોવાથી બિજલીબેને ઠપકો આપી માર માર્યો હતો જેથી પતિએ બાળકોને માર ન મારવાનું કહેતા પતિ પત્ની બંને ઝઘડી પડ્યા હતા આ વાતનું લાગી આવતા બિજલીબેને આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક