• રવિવાર, 27 એપ્રિલ, 2025

ખંભાળિયાનાન વિઝલપર ગામે એગ્રોમાં થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

ખંભાળિયા, તા.25: ખંભાળિયા તાલુકાના વિઝલપર ગામે બસ સ્ટેશન પાસે આવેલા માધવ એગ્રો નામની દુકાનમાં ગત તા.21-3ના રોજ કોઇ અજાણ્યા ઇસમે દુકાનનો પાછળનો દરવાજો ખોલી દુકાનમાં પ્રવેશ કરી ટેબલનું ખાનુ ખોલી તેમાં રાખેલા રોકડા રૂ.44 હજારની ચોરી કરી લઇ જતા આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવમાં પોલીસે બાતમીના આધારે આરોપી ભરત સોમા છુછર નામના ઇસમને ચોરી કરેલા રોકડ રકમમાંથી રોકડા રૂ.34,200 તથા ચોરીના રૂપિયાથી ખરીદી કરેલ 2 જોડી કપડા તથા એક જોડી ચંપલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.51,700ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક