705
કિલો ગાંજાના લીલા છોડ સાથે એક શખસની ધરપકડ
રાજકોટ,
તા.18ઃ રાજકોટના વીંછિયા પંથકના છાસિયા ગામની ઝરડા સીમ વિસ્તારમાંથી ગાંજાનું મોટાપાયે
વાવેતર ઝડપાયું હતું. રૂરલ એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પરથી 3.52 કરોડથી વધુની કિંમતનો
705 કિલોગ્રામ લીલો ગાંજો કબજે કરી એક ખેડૂતની ધરપકડ કરી હતી.
રૂરલ
એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. જી.જે. ઝાલા અને તેમની ટીમ જસદણ તથા વીંછિયા પંથકમાં પેટ્રાલિંગમાં
હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજય વેગડ અને ચંદુભાઈ પલાળીયાને મળેલી બાતમીના આધારે
ટીમે છાસિયા ગામની ઝરડા સીમમાં રહેતા સવશી બચુ મીઠાપરાની માલિકીની વાડીમાં દરોડો પડÎો
હતો. તપાસ દરમિયાન અહીં આરોપીએ ગાંજાનું મોટાપાયે વાવેતર કાર્યનું અને છોડ વાડીના શેઢે
સૂકવવા રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાનો કુલ 705 કિલો
490 ગ્રામ જથ્થો કબજે કર્યો હતો. જેની બજાર કિંમત અંદાજે રૂ.3.52 કરોડ આંકવામાં આવી
હતી.
બનાવને
લઈને પોલીસે ઘટના સ્થળેથી સવશી બચુ મીઠાપરાની ધરપકડ કરી વીંછિયા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.
એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી આ ગાંજાનો જથ્થો કોણે વેંચવાનો હતો?, અન્ય કોઈ
શખસ આ નેટવર્કમાં સામેલ છે કે કે? સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. બીજી તરફ સ્થળ પરથી
ઝડપાયેલા આરોપી સવશીએ પોતે પ્રથમવાર જ ગાંજાનું વાવેતર કર્યું હોવાનું પોલીસને જણાવ્યું
હતું.