• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ગુજરાત ભારતનું વિશ્વ તરફનું પ્રવેશદ્વાર છે, હવે ગ્રીન એનર્જી ગેટવે બનશે : ભૂપેન્દ્ર પટેલ

કંડલા ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે દેશના પ્રથમ પોર્ટ-આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરતા ગુજરાત અને આસામના મુખ્યમંત્રી

ગ્રીન મિથેનોલ પ્લાન્ટ 3,500 નોકરીઓનું સર્જન કરશે, ‘નેટ ઝીરો 2070’ લક્ષ્યને સમર્થન આપશે

જામનગર, તા.26 : ગાંધીધામ ભારત ગ્રીન એનર્જી નિકાસકાર બનવા તરફ એક મોટું પગલું ભર્યું છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ કંડલા ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે દેશના પ્રથમ પોર્ટ-આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનું વિશ્વ તરફનું પ્રવેશદ્વાર છે; હવે તે વિશ્વનું ગ્રીન એનર્જી ગેટવે બનશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, ‘આસામે તેલ અને ચા થી ભારતને શક્તિ આપી; હવે તે વિશ્વને ગ્રીન એનર્જીથી શક્તિ આપશે.’ 

ઉલ્લેખનીય છે કે, 150 ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ રિન્યુએબલ પાવર, પાણી અને બાયોજેનિક ઈઘનનો ઉપયોગ કરીને ઇ-મિથેનોલનું ઉત્પાદન કરશે, જે એક ગ્રીન ફ્યુઅલ છે જે સ્વચ્છ શાપિંગને સક્ષમ બનાવશે અને વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંથી એક એવા એશિયા-યુરોપ ઇન્ટરનેશનલ ટ્રેડ કોરિડોર પર ફરતા જહાજોને સપ્લાય કરશે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક શાપિંગ માટે ગ્રીન ફ્યુઅલના નિકાસકાર તરીકે સ્થાપિત કરે છે.

રૂ. 2,300 કરોડનો આ પ્લાન્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને નામરૂપ સ્થિત આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડની સંયુક્ત પહેલ છે, અને તે તબક્કાવાર, સ્કેલેબલ મોડ્યુલ તરીકે સ્થાપિત કરવામાં આવશે. તે ભારતની સૌથી મોટી ઇ-મિથેનોલ ઉત્પાદન સુવિધાઓમાંની એક હશે અને 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. તે કંડલા અને તેની આસપાસ ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનને વેગ આપશે, જેમાં ગ્રીન મોલેક્યુલ્સના ઉત્પાદન સાથે સંકળાયેલ પરિવહન, સંગ્રહ, સપ્લાય અને અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ સમારોહ ગાંધીધામ ખાતે ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવાની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે અને ભારતના દરિયાઈ ક્ષેત્રને વિસ્તૃત કરવાના વ્યાપક પ્રયાસો વચ્ચે આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક