• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

મહુવામાં સરકારી ઘઉંનો 8.5 ટન ગેરકાયદે સંગ્રહિત જથ્થો ઝડપાયો

ભાદ્રોડ ગામની રેશન દુકાનમાં પણ અનાજની મોટી ઘટ સામે આવી

ભાવનગર, તા.17 : અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહુવા તાલુકામાં સઘન તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરથી આવેલી ટીમે મહુવાના ડાયમંડ નગર, જીઆઈડીસી પાછળ આવેલા એક ખાનગી ગોડાઉનમાં તપાસ કરતાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો 8,500 કિ.ગ્રા. ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત રૂ.2.38 લાખ છે. ટીમે સમગ્ર જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

અધિકારીઓ હવે આ ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો વાસ્તવિક માલિક કોણ છે તેની તપાસ કરી રહ્યા છે.

દરમિયાન ભાદ્રોડ ગામની સરકારી વાજબી ભાવની દુકાનમાં પણ ચકાસણી કરવામાં  આવી હતી.

સ્ટોક અને રેકોર્ડની તપાસમાં ઘઉંમાં 1,382.500 કિ.ગ્રા., ચોખામાં 2,581 કિ.ગ્રા. અને ખાંડમાં 89.900 કિ.ગ્રા.ની ઘટ મળી આવી હતી. વિભાગની આ કાર્યવાહીથી અનાજની ગેરરીતિ અને કાળાબજારી કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક