• મંગળવાર, 14 જુલાઈ, 2026

વરસાદે કપાસને બચાવ્યો ! વાવેતરની ખાધમાં ઘટાડો ગુજરાતમાં 16.75 લાખ હેક્ટર સુધી કપાસની વાવણી થઇ: કૃષિ વિભાગ

રાજકોટ,તા. 13:  (ફૂલછાબ ન્યૂઝ) પાછલા સપ્તાહે અનેક રાજ્યમાં થયેલા વરસાદ પછી કપાસના વાવેતરની ખાધમાં મોટો ઘટાડો થયો છે. વરસાદ પૂર્વે 25 ટકા ખાધ હતી પણ વરસાદ પછી હવે ખાધ આશરે  9 ટકા રહી છે. દેશભરમાં કપાસનું વાવેતર 66 લાખ હેક્ટર થઇ ગયું છે, ગયા વર્ષમાં વાવેતર 72 લાખ હેક્ટર હતું. અલબત્ત, ગુજરાતના ખેડૂતો કપાસના વાવેતરથી અલિપ્ત થઇ રહ્યા છે. ગુજરાતમાં વાવણીલાયક વરસાદ અનેક સ્થળે થયો નથી. આગોતરો કપાસ હતો ત્યાં બળી પણ ગયો છે.

દેશમાં કપાસના વાવેતરમાં 9 ટકાનો ઘટાડો થયો છે તે વરસાદના વિલંબને આભારી હોવાનું કોટન એસોસીએશનના અતુલ ગણાત્રા કહે છે.જોકે છેલ્લા આઠ દિવસમાં સમગ્ર ભારતમાં ખૂબ જ સારો વરસાદ પડયો છે, મુખ્યત્વે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડયો છે. કપાસ ઉગાડતા ખેડૂતોએ કપાસના વાવણીના બીજ પહેલેથી જ ખરીદી લીધા હતા પરંતુ સતત વરસાદને કારણે તે વાવી શક્યા નહીં એમણે વાવ્યું છે.

જે ગુજરાતના તાજા આંકડાઓમાં દેખાયું પણ છે. ગુજરાતમાં કપાસનું વાવેતર 16.75 લાખ હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલા સપ્તાહે 9.31 લાખ હેક્ટર હતુ. આમ હવે ગયા વર્ષના 18.50 લાખ હેક્ટરની નજીકનો આંકડો થઇ ગયો છે. હજુ દસેક દિવસમાં વરસાદ પડવાની આગાહી છે એટલે ખેડૂતો બાકી છે તે વરસાદ આવી જાય તો વાવેતર કરી લેશે. એ જોતા જુલાઇ દરમિયાન ગુજરાતમાં હજુ વાવણી થવાની શક્યતા વધારે છે.

ભારતભરમાં કપાસના વાવેતરનો આંકડો હવેના પખવાડિયામાં 100 લાખ હેક્ટરને પાર કરી જાય તેવી શક્યતા છે. વરસાદ ઓછો છે એ જોતા સરકારનું 125-130 લાખ હેક્ટરમાં વાવેતરનું લક્ષ્ય પૂર્ણ થાય તેમ નથી. કપાસનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 1740 સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.  ટેકાનો ભાવ 7 ટકા વધ્યો છે એટલે ખેડૂતો સાવ દૂર થઇ જાય એવી શક્યતા ઓછી છે. વળી, ખેડૂતોને સરેરાશ રૂ. 1600 આસપાસનો ભાવ મળ્યો છે એટલે આકર્ષણ સાવ ઘટી ગયું એવું પણ નથી.

ચોમાસામાં વિલંબ થવાને લીધે કપાસનું વાવેતર પણ મોડું પડયું છે અને ગુજરાત કે અન્ય રાજ્યોમાં 30 જુલાઇ સુધી પણ વાવણી કરવામાં આવે તેવી પૂરતી સંભાવના છે.

કપાસના મોટાં સંગઠનો કરતા ખેડૂતોનો મત જૂદો છે. ખેડૂતો વાવેતરથી દૂર થયાં છે એવા મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આમ ગુજરાતમાં વાવેતરની ખાધ અંતે કદાચ 15થી 20 ટકા રહેવાની શક્યતા છે. ખેડૂતોને વરસાદ, અપૂરતા ભાવ અને આયાત નીતિ જેવા પ્રશ્નો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026