મહેસૂલ વિભાગને જિલ્લા વહીવટી તંત્રો અને કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખવા અને સંપૂર્ણ સતર્ક રહેવાનો આદેશ
સમીક્ષા
બેઠકમાં નર્મદા પાઇપલાઈનથી 3 કિ.મી. વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિ.મી.
કરવાનો નિર્ણય લેવાયો
અમદાવાદ
તા.18 : રાજ્યમાં સંભવિત અલ-નીનોની અસરોને ખાળવા અને ખરીફ ઋતુમાં કૃષિ-પાણી પુરવઠા
વ્યવસ્થાપનને સુદ્રઢ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગાંધીનગરમાં એક ઉચ્ચ
સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ટોચના સચિવોની ઉપસ્થિતિમાં
યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને લાઈવ હવામાન અને કૃષિ સલાહ આપવા ઉપરાંત, નર્મદા પાઇપલાઇનથી
તળાવો ભરવાની મર્યાદા 3 કિમીથી વધારીને 7 કિમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
કૃષિ
વિભાગે અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે આકસ્મિક
પાક આયોજન તૈયાર કર્યા છે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના
સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને એઆઇ ડ્રિવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ
ખેડૂતોને સીધા મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે.
પ્રવક્તા
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન
સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની
ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીના આદેશ મુજબ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા
માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે. તેમણે, આ બેઠકમાં એક એવો નિર્ણય પણ
કર્યો હતો કે, અગાઉ નર્મદા પાઇપલાઇનથી 3 કીલોમીટર સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં
આવતા હતા. હવેથી પાઈપલાઈનથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદાના પાણીથી
ભરવામાં આવશે. જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે 300થી વધુ તળાવો
ભરવા પણ તેમણે સૂચના આપી છે.