• શુક્રવાર, 01 મે, 2026

કપાસથી નિરાશ ખેડૂતોને જીરુંના પણ અપૂરતા ભાવ મળતા નુક્સાની

એપ્રિલમાં જીરુંના ભાવ રૂ. 400 કરતા વધારે તૂટી ગયા, યુદ્ધને લીધે નિકાસને ફટકો

રાજકોટ,તા.29: (ફૂલછાબ ન્યૂઝ) પાક ઓછો છે તેમ માનીને જીરુંમાં સારાં ભાવ મળવાની આશાએ ખેડૂતો વેચાણ કરી શક્યા નથી. એવામાં ઇરાન યુધ્ધને લીધે નિકાસ ઠપ થવાની અસરે ભારેખમ મંદી થઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય ગયા છે. નિકાસકારો કહે છે, કુલ ઉત્પાદનમાંથી 30-40 ટકા માલની નિકાસ થતી હોય છે પણ યુધ્ધને લીધે સમીકરણો પલટાઇ ગયા છે. નિકાસને ફટકો પડયો છે એટલે જીરુંનો ભાવ તૂટી ગયો છે. ખેડૂતોને કપાસમાં અપૂરતા ભાવ મળ્યા ત્યારે જીરુંમાં આશા હતી પણ તેના પર પાણી ફરી ગયું છે.

એપ્રિલ મહિનામાં જીરુંનો ભાવ વિવિધ માર્કેટ યાર્ડમાં એક મણે રૂ. 400 કરતાં વધાર તૂટી ચૂક્યો છે. જીરુંનો ભાવ મંડીઓમાં રૂ. 3000-4000 વચ્ચે પહોંચી ચૂક્યો છે. સીંગાપોર ક્વોલિટી કે જે નિકાસ બજારમાં બેન્ચમાર્ક ગણાય છે તેનો ભાવ પણ રૂ.300 ઘટીને મુંદ્રા પહોંચાડવામાં રૂ. 4150 થઇ ગયો છે. જે નવી આવકના આરંભે રૂ. 4500 ઉપર હતો. જીરુંનો ભાવ વાયદામાં એપ્રિલ મહિના દરમિયાન રૂ.  1P તૂટયો છે. એપ્રિલના આરંભે રૂ. 22,335 હતો. તે બુધવારે રૂ. 20600 રહ્યો હતો.

રાજકોટના એક અગ્રણી બ્રોકર કહે છે કે, પાકમાં ઘટાડો થવાને લીધે જીરુંમાં મંદીનું ધ્યાન હતુ નહીં પણ યુધ્ધને લીધે કન્ટેઇનર ભાડાં વધી ગયા છે. હોર્મુઝ લાઇન બંધ રહેવાને લીધે ગલ્ફમાં માલ જઇ શક્યો નથી પરિણામે નિકાસને બે મહિના દરમિયાન જબરો ફટકો પડયો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં ઉચ્ચતમ નિકાસ થતી હોય છે પણ યુધ્ધથી સ્થિતિ પલટાઇ છે.

તેમણે ઉમેર્યું કે, નિકાસની ખામીને લીધે મુશ્કેલી છે. જીરુંમાં વરસાદને લીધે ક્વોલિટી પણ હલકી પાકી છે એટલે ખેડૂતો માલ રોકી શકે તેમ નથી. અત્યારે હલકાં માલની આવક છે. ઘરાકી ઓછી પડે છે. કાચો માલ રૂ. 3600-3માં મળે છે એમાં હવે ઝાઝી મંદી મુશ્કેલ દેખાય છે. બજાર સ્થિર થવી જોઇએ. યુધ્ધ વિરામ અટકે અને માગમાં મોટો વધારો થાય તો સુધારો થશે પણ હાલ બજારમાં તેજી મુશ્કેલ છે. માગ આગળનો ભાવ નક્કી કરશે.

ઉંઝાના એક અગ્રણી કહે છેકે, નિકાસની સાથે લોકલ માગ પણ સાવ અટકી પડી છે. ઘરાકી સાવ ફિક્કી પડી ગઇ છે. તેમણે કહ્યું કે, ફિસની બેઠક મળી ત્યારે અમે એવી ધારણા બાંધી હતી કે મે મહિનાના મધ્યમાં ભાવ તૂટશે પણ ઘણા વહેલા તૂટી ગયા છે અને તેનું કારણ માગનો અભાવ છે. જીરુંની બજારમાં કુલ પુરવઠો 80-85 લાખ ગુણી જેટલો મળવાની ધારણા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક