અમદાવાદ, તા.19: આસારામના મળતિયાઓ મારફતે આસારામનો આશ્રમ નહીં તોડવા માટે અરજી કરી હતી, જે સિંગલ જજે ફગાવી દીધી હતી. જોકે સિંગલ જજના આદેશને પડકારતી અરજી ખંડપીઠ (ડબલ બેંચ)સમક્ષ કરી હતી પરંતુ હવે ખંડપીઠે પણ સિંગલ જજના આદેશને માન્ય રાખીને આસારામ આશ્રમન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટ તરફથી મળેલી લીલીઝંડીને પગલે અ.મ્યુ.કોર્પોરેશન દ્વારા આશ્રમ ડિમોલીશનની કામગીરી ઝડપથી હાથ ધરશે તેવી શક્યતા છે. આસારામ આશ્રમ દ્વારા જે જમીન પચાવી પાડવામાં આવી છે તે આશરે રૂ.500 કરોડની હોવાનું મનયા છે. હવે અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેઇમ્સ રમાવાની છે ત્યારે આ આશ્રમને સ્થાને સ્પોર્ટ્સ સંકલ ઊભું કરવામાં આવશે તેમ મનાય છે.