• રવિવાર, 29 નવેમ્બર, 2026

avshan nodh

 

ઉપલેટા: ભાયાવદર નિવાસી અનોપસિંહ બાલુભા ચુડાસમા (કોબી વાળા) (ઉ.71) તે રવિરાજસિંહ (નગરપાલિકા શાસક પક્ષના નેતા)ના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30નાં સવારે 8 થી સાંજે 6 સુધી રાજપૂત સમાજની વાડી, પાંજરાપોળ પાસે, ભાયાવદર છે.

જામનગર: સ્વ.જમનાદાસ જેસંગ પાંઉના પુત્ર પ્રવિણભાઈ (ઉ.78) તે અસીતભાઈ, હેતલબેન, વંદનાબેનના પિતા, યસ્વીના દાદા, સ્વ.ખીમજીભાઈ પલાણના જમાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.રસિકભાઈ, ધીરજલાલ, રજનીકાંત અને મુકેશભાઈ, પ્રભાબેન, મુક્તાબેન, કાશીબેન તેમજ વનીતાબેનના ભાઈનું તા.27 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી ભાઈઓ, બહેનો માટે તા.30 ના સાંજે 4:30 થી પ દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં.6, જામનગર છે.

જેતપુર: જગદીશભાઈ કડવાભાઈ ભાખોતરા (ઉં.70) તે રાજેશભાઈ, શૈલેષભાઈના પિતાનું તા.ર7 ના અવસાન થયું છે. બેસણુ તા.30 ના સાંજે 4 થી 6 નાજાવાળાપરા, હનુમાન મંદિર, રાજપૂત ખાંટ સમાજની વાડી, જેતપુર છે.

આટકોટ: બ્રહ્મક્ષત્રિય ચંદુલાલ નાથાલાલ પડિયા (ઉં.72) તે સ્વ.નંદલાલભાઈ, સ્વ.ગિરધરલાલ, બાબુલાલ, સ્વ.ગુણવંતરાય, સ્વ.રસિકલાલ, સ્વ.ચુનીલાલ, મધુબેનના ભાઈ, ઉમેદલાલ રતનસી બોસમીયા રાજકોટના જમાઈનું તા.ર8 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30 નાં સાંજે 4 થી 6, દકુબાપાના કારખાને, અંબાજી મંદિર રોડ, હાઈસ્કૂલ સામે, આટકોટ છે.

રાજકોટ: ખરેડી નિવાસી રાજકોટ પ્રતાપરાય પુરણદાસ અગ્રાવતના જયેષ્ઠ પુત્ર મનોજકુમાર (ઉં.53) તે ઈશ્વરદાસ ધીરજરામ બ્રહ્મદેવજી (ઉંટવડ) ના જમાઈનું તા.27 ના અવસાન થયું છે. બેસણુ તા.30 નાં બપોરે 3 થી 6 એટલાન્ટિસ બી-60ર, ગોંડલ રોડ, ખોડિયાર હોટલ પાછળ,

રાજકોટ છે.

ગરણી: દિલીપભાઈ દલપતભાઈ વસાણી તે હરેશભાઈના પિતાનું તા.ર8 ના અવસાન થયું છે. બેસણુ તા.30 નાં સાંજે 4 થી પ ગરણેશ્વર મહાદેવ મંદિર ગરણી (તા.બાબરા) છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક