પોરબંદર:
સોની હરિલાલ કરસનદાસ નાંઢા (ઉ.75) તે જીતેન્દ્રભાઇ, નીરજભાઇના પિતાનું તા.22ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.23ના સાંજે 4 થી 5 ગિરનારા સોની જ્ઞાતિ સમાજ જોગીયાવાડી
મિડલ સ્કૂલ સામે, ભાઇઓ તથા બહેનોની સંયુકત છે.
ગોંડલ:
મૂળ ચમારડી હાલ સુરત રમેશકુમાર દલસુખલાલ પારેખ (ઉ.67) તે સ્વ. દલસુખલાલ એમ. પારેખના
પુત્ર, મૃદુલાબેન એચ. સાંગાણી, હસમુખરાય, નરેશકુમાર, ભરતકુમાર, પ્રકાશકુમાર, હિતેશકુમારના
ભાઇ, નિલેશ મનસુખલાલ મહેતા (ગોંડલ), વિજય મનસુખલાલ મહેતા (કાંદિવલી)ના બનેવીનું તા.
21ના અવસાન થયું છે.
અમરેલી:
ચાડિયા ગામના વતની અને અમરેલી નિવાસી અંબાબેન પ્રાગજીભાઇ રામાણી તે લાલજીભાઇ રામાણીના
માતા, વલ્લભભાઇ રામાણીના ભાભીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે 8થી
સાંજના 6 સુધી તેમનાં નિવાસસ્થાન ચાડિયા (તા. અમરેલી) મુકામે રાખેલ છે.
જામખંભાળિયા:
જામખંભાળિયા નિવાસી સ્વ. ડો. મનહરલાલ કેશવલાલ જોષી (ડો. મનુભાઇ) તે દક્ષાબેનના પતિ,
ચંદ્રમૌલી જોશી (સી.એમ. જોશી), ડો. રુતેશ જોશી, શ્રીમતી હિમાદ્રીબેન દીપકકુમાર ધ્રુવના
પિતા, ભાઇઓ- બહેનો માટે સંયુકત પ્રાર્થનાસભા (બેસણું) તા.23ના સાંજે 4-30 થી 5-30 સતવારા
વિદ્યાર્થી ભવન, બેઠક રોડ, લક્ષ્મીનારાયણ મંદિર સામે, જામખંભાળિયા છે.
જામનગર:
સ્વ. ભરતકુમાર પીતાંબર મોદીના જેષ્ટ પુત્ર, વિનોદભાઇ (ઉ.55) મૂળ બેરાજા હાલ જામનગર
તે દિનેશભાઇ મોદીના મોટાભાઇ, જયશ્રીબેન બિપીનકુમાર દાવડાના નાનાભાઇ, ઉત્તમભાઇ, રિદ્ધિબેનના
પિતાનું તા.21ના અવસાન થયું છે. ઓખા નિવાસી પ્રહલાદભાઇ વિઠ્ઠલભાઇ ગોકાણીના જમાઇની પ્રાર્થના
સભા તા.23ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળે જામનગર સાસરા પક્ષની સાદડી સાથે
છે.
ગોંડલ:
લુહાર સમાજના અગ્રણી કિરણભાઇ વજુભાઇ હણસોરા (ઉ.48) તે ઘનશ્યામભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇ
તથા દિપકભાઇના નાના ભાઇ, કુશના પિતા, વિનોદભાઇ સિધ્ધાપુરા (રાજકોટ)ના જમાઇ, હિરેનભાઇ
તથા અજયભાઇના બનેવીનું તા.20નાં અવસાન થયું છે. બેસણું તા.23ના 4 થી 6 લુહાર વાડી સ્ટેશન
પ્લોટ ખાતે પિયર પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
રજનીકાંત રતીલાલ ધીનોજા (ઉ.79) હાલ રાજકોટ
મૂળ ઉપલેટાવાળા તે કિર્તીકુમાર અને નીલમબેન નરેશકુમાર લાઠીગરાના પિતા, હર્ષભાઇ, નમ્રતાબેન
સુરજકુમાર કોઠીયાના દાદાનું તા.22ના અવસાન થયું છે.ભાવનગર: સ્વ. દોલતરાય જસરાજભાઇ સોનપાલના
પત્ની સવિતાબેન તે જયપ્રકાશ, ગીતાબેન બળવંતરાય ઉનડકટ (ભાવનગર), લતાબેન સોનપાલ (ભાવનગર),
નીતાબેન હિતેશકુમાર દાવડા (ભાવનગર), ભારતીબેન શૈલેષકુમાર દાવડા ( રાજકોટ), મમતાબેન
મનદીપભાઇ પોપટ (ઉના) અને પૂજાબેન કમલેશભાઇ સાંગલાણીના માતા, ઝરણાબેનના સાસુ, મનનના
દાદીમા, તાલાળા નિવાસી સ્વ. દુર્લભજીભાઇ નાથાલાલ અઢિયા (સાગરવાળા)ના પુત્રી, મગનભાઇ
સાગરવાળા તેમજ શારદાબેન કાંતિલાલ ઉનડકટ (બગડુ વાળા)ના મોટાબેનનું તા.22ના અવસાન થયું
છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.23ના સાંજે 4 થી 6 જયપ્રકાશભાઇના નિવાસસ્થાને છે.
રાજકોટ:
સ્વ. સોની જયેશભાઇ રમેશભાઇ (કલોલીયા) (ઉ.54) તે સ્વ. રમેશભાઇ છગનલાલ સોની (પાનસર વાળા)ના
પુત્ર, જીજ્ઞેશ, રાધિકાબેનના ભાઇ, દિશા, હર્ષના
પિતા, જીજ્ઞાબેનના પતિ, હસુભાઇ ફીચડીયા (સણોસરા વાળા)ના જમાઇનું તા.22ના અવસાન થયું
છે. બંને પક્ષનું બેસણું તા.23ના 3-30 થી 5 વાઘેશ્વરી વાડી યુનિટ નંબર-3, રામનાથપરા
ખાતે છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.