• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ : નટવરસિંહ અમરસિંહ રાઠોડનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 614મું ચક્ષુદાન થયેલ છે. ડિસેમ્બર મહિનામાં સોળમું (16) ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: મનીષભાઇ નરેન્દ્રકુમાર કોટેચા તે સ્વ. નરેન્દ્રભાઇ ગોરધનદાસ કોટેચાના પુત્ર, મયુરીબેન દીપકકુમાર મજેઠિયા, રશ્મીબેન ભરતકુમાર ભગાણી અને ધર્મિષ્ઠાબેન મેહુલકુમાર કક્કડના ભાઇ, જગદીશભાઇ ગોરધનદાસ કોટેચાના ભત્રીજાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 5 તેમના નિવાસ સ્થાને નાગેશ્વર સોસાયટી ભવાની ચોક, સેલિબ્રેશન એપાર્ટમેન્ટ ખાતે છે.

રાજકોટ: બાલંભવાળા, હાલ રાજકોટ સ્વ. પ્રભુદાસભાઇ જાદવજીભાઇ સાંચલાના મોટા દીકરા, હસમુખભાઇ (ઉં.72) તે અજયભાઇના મધુબેન પીઠડિયાના મોટા ભાઇ, અલ્પેશભાઇના પિતાશ્રી, મનસ્વીના દાદા, રાજસમઢિયાળા વાળા, મોનજીભાઇ પરમારના મોટા જમાઇનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 5 22/24, વિજય પ્લોટ, કમળગંગા વાળી, ઢેબર રોડ, પુનમ ફર્નિચરની સામેની

શેરીમાં છે.

રાજકોટ: ગુણવંતીબેન કાંતિલાલ કુંડલિયા તે કાંતિલાલ ભુરાભાઇ કુંડલિયાના પત્ની, મધુબેન હર્ષદરાય પોપટ, જયંતભાઇ, હસમુખભાઇના માતુશ્રી, કોંગ્રેસ હાથસે હાથ જોડો અભિયાન  રાજકોટના પ્રમુખ કલ્પેશ કુંડલીયા, રવિ હસમુખભાઇ કુંડલીયાના દાદી, સ્વ. વેલજીભાઇ માધવજીભાઇ જીવરાજાનીના દીકરીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ના સાંજે 5થી 6 સવન સિમફોની એપાર્ટમેન્ટ, ટોપ્લેન્ડ રેશિડેન્સીની સામે, રૈયા બસ સ્ટોપ પાસે રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જયમતીબેન કૌશિકરાય રાવલ (ઉં.92) તે સ્વ. મહેશ્વરભાઇ શુકલના પુત્રી, જગદીશભાઇ મહેશ્વરભાઇ શુકલ, હિમાંશુભાઇ, સ્વ. વિશ્વેશભાઇ, માર્કડભાઇ તથા દીપકભાઇ શુકલના મોટા બહેન તથા સ્વ. અનંતરાય, સ્વ. હિંમતલાલભાઇ રાવલનાં નાના ભાઇનાં પત્ની,  સ્વ. કનકભાઇ રાવલનાં ભાભીનું તા.4ના અવસાન થયું છે. સાદડી તા.9ના 4-30થી 5-30 સિદ્ધનાથ મહાદેવ મંદિર, 6/શ્રી રામ પાર્ક, કાલાવડ રોડ ખાતે છે.

માંગરોળ: જયેશભાઇ કાનાબાર (જયેશ ખમણવાળા) (ઉં.45) તે રમેશભાઇના પુત્રનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંગરોળ છે.

સાવરકુંડલા: મર્હુમ રૂસ્તમભાઇ અમીભાઇ ખોખરના દીકરા, તે ઇમરાનભાઇના મોટાભાઇ, દિલાવરભાઇ અને ઇકબાલભાઇ, અશરફભાઇ, રફિકભાઇના કાકાના દીકરા, આલમભાઇ હાસમભાઇ બેલીમ (બીલખા)ના ભાણેજનું અવસાન થયું છે. જીયારત તા.10/1ના સવારે 10 કલાકે નૂરાની નગર મદ્રાસામાં અને ઓરતોની જીયારત તેમના ઘરે નુરાનીનગર મદ્રેસાની સામે, સાવરકુંડલા છે.

રાજકોટ: લુહાર ગિરધરભાઇ મગનભાઇ સોલંકી (ઉં.75)નું અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 5 ન્યુ રાજદીપ સોસાયટી મેઇન રોડ, કષ્ટભંજનદેવ મંદિરે રાખેલ છે.

ચલાલા: ચલાલાના વતની, હાલ સુરત, ચલાલા પટેલવાડીના પૂર્વ પ્રમુખ, સમસ્ત ચલાલા પટેલ સમાજના વરીષ્ઠ આગેવાન , નાથાભાઇ જીવરાજભાઇ ઠેશીયાના પત્ની, ચંપાબહેન ઠેશીયા (ઉં.78) તે હસમુખભાઇ, નટુભાઇ, પ્રવીણભાઇના માતુશ્રીનું તા. 5ના સુરત મુકામે અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 9થી સાંજે 5 કલાક સુધી ચલાલા પટેલ વાડીમાં રાખેલું છે.

સાવરકુંડલા: જયાબેન ગાંડાભાઈ ચોટલિયા (ઉં.78) તે ગાંડાભાઈ ગોવિંદભાઈ ચોટલિયાનાં પત્ની, તે રાજુભાઈ, ભરતભાઈ, નવીનભાઈનાં માતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 3થી 6, કાનજીબાપુ, ઉપવન વાડી, પારેખવાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ખોડાભાઈ જશાભાઈ મારૂ (ઉં.86) તે સ્વ.મહેન્દ્રભાઈ મારૂ, હરેશભાઈ મારૂના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 3થી સાંજે 6 સુધી કેશવધામ સોસાયટી, જૂના ગાધકડા રોડ, મોમાઈ માતાનાં મંદિરની આગળ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રીનાબેન સંજયભાઈ સૂચક (ઉં.48) તે સંજયભાઈ જીવનલાલ સૂચકનાં પત્નીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી નદી કાંઠે, સાવરકુંડલા છે.

અમરેલી: ભાલચંદ્ર ભાનુશંકર રાવલ (નાગનાથ મહાદેવ મંદિરના પૂજારી)નાં પત્ની સુમનબેન (ઉં.77) તે ભાવેશભાઈ, નૈનિશાબેન, કમલબેન, દીપાબેનનાં માતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, દત્તાત્રેય હોલ, ચિત્તલ રોડ, અમરેલી છે.

રાજકોટ: મૂળ ગામ શાપર મોરબી હાલ રાજકોટ સ્વ.કિશોરસિંહ દેવસિંહજી જાડેજાનાં પત્ની રજનીકુંવરબા (ઉં.91)નું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી 6, વિરાણી બ્લોક 8-મીલપરા શેરી નં.7-એ/18, રાજકોટ છે.

રાજુલા: મ.હા.નુરભાઈ અબ્દુલઅલીના પુત્ર હા.જકયુદીનભાઈ નુરભાઈ હથિયારી (કટલેરીવાળા) તે મ.ગુલામહુસેનભાઈ (રાજુલા), મ.શબ્બીરભાઈ (મુંબઈ), ઝાકીરહુસેનભાઈ (રાજુલા)ના ભાઈ, તે આશીકભાઈ, અલીહુસેનભાઈ, મ.જમીલાબેન (મહુવા), નફીસાબેન (રાજકોટ), કુલસુમબેન (પાલીતાણા)ના પિતાશ્રી તા.8ના રાજુલા મુકામે વફાત થયેલ છે. જિયારતના સીપારા તા.10ના બપોરના 12-30 કલાકે મસ્જિદમાં રાજુલા ભાઈઓ-બહેનોના

સાથે છે.

સાવરકુંડલા: મોટા ભમોદાર તા.સાવરકુંડલા નિવાસી ડો.પ્રકાશભાઈ કાંતિલાલ મહેતા (ઉં.67) તે કાંતિલાલ ભગવાનજી મહેતાના પુત્ર, તે હંસાબેન મહેતાના પતિ, તે દીપકભાઈના મોટાભાઈ, તે વિશાલભાઈ, રાજદીપભાઈ, રિદ્ધિબેનના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સવારે 9થી સાંજે 5 સુધી તેમનાં નિવાસસ્થાન ગામ-મોટા ભમોદરા, તા.સાવરકુંડલા છે.

રાજકોટ: સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ વિઠ્ઠલાણીના પુત્ર સતીષભાઈ (ઉં.76) તે નીતિનભાઈ, અશ્વિનભાઈ, મુંબઈ નિવાસી મીનાબેન સચદેવના ભાઈ, તે ગૌરાંગભાઈ તથા દેવાંગભાઈના કાકાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના 4થી 5, નિલકંઠ મહાદેવ મંદિર, કરણપરા શેરી નં.33, સમ્રાટ હોટલ સામે, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ છે.

રાજકોટ: સતીષભાઈ જયંતીભાઈ માટલિયા તે અંજનાબેનના પતિ, ડો.મહેશ, નિધીના પિતાશ્રી, ડો.ગિરીશ, ભરતના ભાઈ, ડો.સ્નેહાબેન, મલયકુમારના સસરાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 10થી 11-30, ત્રીજા માળે, શ્રી મણીભદ્ર વીર જૈન આરાધના ભવન, ચિંતામણી પાર્શ્વનાથ મણિયાર દેરાસર પાસે, ચૌધરી હાઇસ્કૂલ સામે, રાજકોટ છે.

રાજકોટ: કારડિયા રાજપૂત મિતેશભાઈ (બાબાભાઈ) મહેશભાઈ નકુમ તે સ્વ.મહેશભાઈ નકુમના પુત્ર, તે મનોજભાઈ, જીજ્ઞેશભાઈ, દીપકભાઈના ભાઈ, અનુજના પિતાશ્રી, તે હિરેનભાઈ સોલંકીના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, આનંદનગર બગીચામાં, રાજકોટ છે.

રાજકોટ: તારાબેન શિવલાલભાઈ ચેતા (ઉં.84) તે શિવલાલ સુંદરજી ચેતાનાં પત્ની, તે ધવલ, સ્વ.વિમેશભાઈ ચેતાનાં માતુશ્રી, તે ઋજુતા ધવલ ચેતા, દિપ્તી વિમેશ ચેતાનાં સાસુ, તે ચત્રભુજ વલ્લભદાસ સોમૈયાનાં પુત્રી, હરિદાસ, દિનેશભાઈ સોમૈયાનાં બહેનનું તા.7ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.9ના સાંજે 5થી 6, સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ બેન્કવેટ હોલ, આલાપ ગ્રીન સિટીની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: જામનગર નિવાસી હાલ રાજકોટ ઝાલા દીનાબેન મોહનલાલ (ઉં.80) તે (ભાઈલાલ) કાંતિલાલ તથા જશુબેન ચાવડાનાં મોટાબેન, તે સુરેશભાઈ, ચેતનભાઈનાં સાસુ, તે નીતાબેન પ્રજ્ઞાબેનનાં માતુશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, દીપક સોસાયટી, રજપૂત જ્ઞાતિની વાડી બાજુમાં સોમેશ્વર મહાદેવના મંદિરે, રાજકોટ છે.

ગિરગઢડા: મોઢવણિક સરોજબેન પ્રવીણચંદ્ર નોતરિયા (ઉં.75) તે બાણગંગા મેડિકલવાળા સ્વ.પ્રવીણચંદ્ર દુર્લભદાસનાં પત્ની, પૂર્વ સરપંચ ગીરગઢડા, સિદ્ધિ વિનાયક મંદિર ગીરગઢડાના દાતાનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું તા.9ના સાંજે 4થી 6, નોતરિયા ભુવન, ગિરગઢડા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025