• રવિવાર, 21 જુલાઈ, 2024

EVM હેકિંગ વિવાદનું ભૂત ફરી ધૂણ્યું

ચૂંટણી પરિણામના 12 દિવસે પલિતો : ઇલોન મસ્કે કહ્યું EVM હેક થઈ શકે

રાહુલે ગણાવ્યું બ્લેક બોક્સ, અખિલેશે માગી સ્પષ્ટતા, આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવા માગ

નવી દિલ્હી, તા.16 : લોકસભા ચૂંટણી પૂરી થઈ, કેન્દ્રમાં એનડીએની નવી સરકાર રચાઈ ગઈ, હવે પરિણામના 1ર દિવસ બાદ અચાનક ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં હેકિંગ વિવાદનું ભૂત ફરી ધૂણ્યું છે ! દુનિયાના સૌથી ધનિક શખસ-ટેસ્લા કાર કંપનીના માલિક ઇલોન મસ્કે એકસ પોસ્ટથી ઇવીએમમાં એઆઈથી હેકિંગની આશંકાનો મુદ્દો ઉઠાવી તેના પર પ્રતિબંધ મૂકવા ભાર મૂક્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ સહિતે ઇવીએમ અંગે સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહયુ કે ખોટી માહિતી ફેલાવવા પ્રયાસ કરાઈ રહયો છે, પોલીસ આ મામલે સ્પષ્ટીકરણ આપશે. બીજીતરફ શિવસેના-ઉદ્ધવ જૂથે આ મામલે હાઈકોર્ટ જવા નિર્ણય લીધો છે.

રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટ પર લખ્યું કે, ભારતમાં ઇવીએમ એક બ્લેક બોક્સ છે અને કોઈને પણ તેની તપાસની મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતા દર્શાવાઈ રહી છે જ્યારે સંસ્થાનોમાં જવાબદારની ઉણપ હોય તો લોકતંત્ર દેખાડો બની જાય છે અને છેતરપિંડીનો શિકાર બની જાય છે. રાહુલ ગાંધીની આવી ટિપ્પણી ઈલોન મસ્કની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આવી છે. મસ્કે 1પ જૂને એક પોસ્ટમાં લખ્યું કે, ઇવીએમ નાબૂદ કરી દેવું જોઈએ. તે મનુષ્યો અથવા એઆઇ દ્વારા હેક થવાનું જોખમ છે. જો કે આ જોખમ ઓછું છે, તે હજુય ઘણું વધારે છે. અમેરિકામાં તેના દ્વારા વોટિંગ ન થવું જોઈએ.

ઈલોન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપા પર કટાક્ષ કરતાં કહ્યંy કે ઇવીએમના ઉપયોગની જીદ પાછળ કારણ શું છે, આ વાત ભાજપાઈ સાફ કરે. ટેકનોલોજી સમસ્યાઓને દૂર કરવા માટે હોય છે. જો તે મુશ્કેલીઓનું કારણ બની જાય તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. અખિલેશે આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માગ કરી હતી.

----------------

NDA સાંસદના સગા પાસે હતો EVM અનલોક કરતો ફોન !

આરોપ બાદ FIR : કોંગ્રેસે ચૂંટણી પંચને પૂછયા સવાલ

મુંબઈમાં 48 મતે જીતેલા શિંદે જૂથના સાંસદના સગા પાસે મત કેન્દ્રમાં મોબાઇલ ફોન હતો જેનાથી ઇવીએમ અનલોક થાય છે તેવા આરોપથી ભારે હોબાળા બાદ મુંબઈ પોલીસે ચૂંટણી પંચના એક કર્મચારી અને વિજેતા ઉમેદવારના સગા વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. રાહુલ ગાંધીએ એક અખબારનું કટિંગ શેર કર્યું છે જેમાં સમાચાર છે કે ર0ર4 લોકસભા ચૂંટણીમાં માત્ર 48 મતે મુંબઈ ઉત્તર પશ્ચિમ

બેઠકથી શિવસેના-શિંદે જૂથના સાંસદ રવીન્દ્ર વાયકર ઉદ્ધવ જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરથી જીતી ગયા હતા. આરોપ છે કે વાયકરના સાળા મંગેશ પાંડિલકર ચૂંટણી અધિકારીના ફોન સાથે ગોરેગાંવના મત ગણતરી કેન્દ્રની અંદર ગયા હતા. દાવો કરાયો કે ચૂંટણી પંચના અધિકારીના  ફોનથી મતગણતરી દરમિયાન ઓટીપી જનરેટ થાય છે અને ઇવીએમ અનલોક કરી શકાય છે. પોલીસને આશંકા છે કે સવારથી સાંજના 4:30 સુધી આ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને સવાલ પૂછયા છે.

-----------------

EVMને ફોન સાથે કોઈ

લેવાદેવા નથી : ચૂંટણી પંચ

ઓટીપીથી અનલોક થતું નથી, ન કનેક્ટ થાય

મુંબઈ, તા.16 : ઇવીએમ હેકિંગનો વિવાદ અને કોંગ્રેસે ઉઠાવેલા સવાલ બાદ રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી કે ઇવીએમને ફોન સાથે કોઈ લેવા દેવા નથી. તે કોઈ ઓટીપીથી અનલોક થતું નથી ન તો કોઈ ફોન સાથે કનેક્ટ થાય છે. જે સમાચાર આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા હોવાનો તેમણે દાવો કર્યો અને કહ્યંy કે મામલામાં પોલીસ તપાસ બાદ અમે ઇન્ટરનલ તપાસ કરવી કે નહીં તેનો નિર્ણય લેશું. ઇવીએમ અંગે ખોટી ખબરો ફેલાવાઈ રહી છે. અમે અખબારને નોટિસ જારી કરી છે અને 499 આઇપીસી હેઠળ માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. મોબાઇલ રાખવાની છૂટ હતી તે મોબાઇલ તેમનો પોતાનો હતો. ઇવીએમ સાથે તેને કોઈ સંબંધ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક