• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

વસતી ગણતરી મોટું ષડયંત્ર : કોંગ્રેસ

જયરામના મોદીરાજ પર ગંભીર આરોપ : સંઘ પર પણ પ્રહાર

નવી દિલ્હી, તા. 17 : કોંગ્રેસે શનિવારે દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરીની કવાયયત એક મોટું ષડયંત્ર છે, તેવો ગંભીર આરોપ મૂકતાં મોદીરાજ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આરોપી મૂક્યો હતો કે, સરકારે હવે વસતી ગણતરી 2027 માટે યોગ્ય વસતી ગણતરીકારોની યાદીનો વિસ્તાર કરી દીધો છે. તેની પાછળ બહુ મોટું કાવતરું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીની આવા નૈતિકરૂપે નુકસાન કરતા ષડયંત્રોની કોઇ સીમા નથી, તેવા પ્રહાર તેમણે કર્યા હતા.

વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, 10થી 12 જુલાઇ, 2026 દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ બેલગામમાં પોતાના કાર્યકરો માટે વસતી ગણતરીના એકમાત્ર એજન્ડા પર એક મોટી પ્રશિક્ષણ શિબિર યોજી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે 26 મેના વસતી ચિત્રમાં બદલાવો પર એક ઉચ્ચ સ્તરિય સમિતિ રચી હતી, તેનો સંદર્ભ રમેશે ટાંક્યો હતો.

આ ઉચ્ચ સ્તરિય સમિતિએ દેશના સામાન્ય લોકો, ભારતીય, વિદેશી સંગઠનો પાસેથી જાણકારી માગી હતી.

આ સમિતિના એકમાત્ર ‘ઉચ્ચ સ્તરિય’ વાત એ છે કે તેના સભ્યો આરએસએસ ઇકો સિસ્ટમ સાથે જોડાણ ઇચ્છે છે તેવો આરોપ તેમણે મૂક્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક