સુપ્રીમ કોર્ટની બહાર બનેલી ઘટનામાં DCPને મળીને તાકીદે Bિઍંછ દાખલ કરવા માગ
નવી
દિલ્હી, તા. 17 : મહિલા પત્રકાર ઋચા પરાસરે રાહુલ ગાંધી અને અન્ય સામે અપરાધિક ફરિયાદ
નોંધાવી છે. તેમણે દિલ્હી જીલ્લાના ડીસીપીને ફરિયાદ કરીને તાકીદે એફઆઈઆર દાખલ કરવા
માગણી કરી છે. આ ફરિયાદ 12 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના પ્રદર્શનના
રિપોર્ટિંગ દરમિયાન ત્રણ મહિનાની ગર્ભવતી પત્રકાર સાથે દુર્વ્યવહાર, ધમકી અને અપરાધિક
બળના ઉપયોગ સંબંધિત છે. આ ઘટના બાદ મહિલા પત્રકાર હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ઘટનાનો
વીડિયો પણ વાયરલ થયો હતો.
ફરિયાદમાં બીએનએસ, 2023ની ધારા 74, 115(2), 131, 125 અને 3(5) હેઠળ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. ધારા 74 મહિલાની ગરિમા ભંગ કરવાના હેતુથી હુમલા અથવા અપરાધિક બળના ઉપયોગ સંબંધિત છે. ધારા 115(2) જાણીજોઈને ઈજા પહોંચાડવાની સજા સંબંધિત છે. સુપ્રીમ કોર્ટની બહાર બનેલી ઘટના અંગે પત્રકાર ઋચા પરાસરે આરોપ મુક્યો છે કે રાહુલ ગાંધી બહાર નિકળ્યા ત્યારે માઈક આગળ કર્યું હતું. બાદમાં રાહુલે તેઓને ખભાથી પકડીને ખેંચ્યા હતા અને તેમના સુરક્ષા કર્મચારીઓએ ધક્કો મારી દીધો હતો. જેનાથી પોતે સીડીથી પડી ગયા હતા અને ફોન પણ તૂટી ગયો હતો. આ બનાવ બાદ પેટમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાની નર્સને જાણકારી આપતા આગળનો ઈલાજ કરવામાં આવ્યો હતો