- રાજકીય સગવડતા કે તુષ્ટિકરણ માટે
રાષ્ટ્રગીતનાં
સન્માન સાથે કોઈ બાંધછોડ સ્વીકારશે નહીં : ભાજપે પસાર કર્યો નિંદા પ્રસ્તાવ
નવી
દિલ્હી, તા.22: વંદે માતરમનાં ગાયન મુદ્દે દેશમાં મોટું રાજકીય ઘમાસાણ મચી ગયું છે.
આ રાષ્ટ્રગીતનાં ફક્ત 2 અંતર ગાવાનાં કોંગ્રેસનાં નિર્ણયની ભાજપે નિંદા કરી છે. તેમાં
કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાજકીય સગવડતા કે તુષ્ટિકરણ માટે રાષ્ટ્રગીતનાં સન્માન
સાથે કોઈ બાંધછોડ સ્વીકારશે નહીં.
રાજધાની
દિલ્હીમાં ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની આજે પહેલી બેઠકમાં ભાવિ રણનીતિની ચર્ચા કરવામાં
આવી હતી અને આજની આ બેઠકનો આરંભ વંદે માતરમનાં તમામ છ છંદનાં પૂર્ણ ગાયન સાથે થઈ હતી.
આ સાથે જ વંદે માતરમનાં અપમાન મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તૈયારી પણ કરવામાં આવી હતી.
આજની
આ બેઠકમાં ભાજપે કોંગ્રેસની કાર્યસમિતિનાં વંદે માતરમનાં બે અંતરા ગાવાનાં નિર્ણયની
વિરુદ્ધ 10 મુદ્દાનો નિંદા પ્રસ્તાવ પસાર કર્યો હતો. ભાજપે આક્રમક વલણ અપનાવતા આખા
દેશમાં આ મુદ્દે રાજકીય પ્રદર્શન અને જનસંપર્ક અભિયાન ચલાવવાનું એલાન પણ કર્યુ હતું.
ભાજપનાં
રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતનાં શીર્ષ નેતૃત્વએ
કોંગ્રેસની તીખી આલોચના કરી હતી અને કોંગ્રેસનાં નિર્ણયને રાષ્ટ્રીય સ્વાભિમાન અને
સ્વતંત્રતા સેનાનિઓનાં બલિદાનનું સીધુ અપમાન ગણાવ્યું હતું.
નીતિન
નવીને કહ્યું હતું કે, ભાજપ વંદે માતરમનાં ઈતિહાસ, અર્થ, રાષ્ટ્રીય મહત્ત્વ અને ગૌરવશાળી
વારસાને ભારતનાં એકેક ખૂણા સુધી પહોંચાડવા માટે એક અભિયાન શરૂ કરશે. ભાજપ પૂર્ણ વંદે
માતરમનાં સન્માન અને ગરિમા તથા રાષ્ટ્રીય ચરિત્રની રક્ષા કરશે.
આ ઉપરાંત
તેમણે કહ્યું હતું કે, ભાજપ મહત્મા ગાંધીનાં એ નિવેદનનો પ્રચાર પણ કરશે જેમાં તેમણે
વંદે માતરમને સામ્રાજ્યવાદ વિરોધી નારો અને સૌથી શુદ્ધ રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલું
ગણાવ્યું હતું.