• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાં પાટા પર સેલ્ફી લેતા ટ્રેન અડફેટે 2 યુવાનનાં મૃત્યુ

 એક ઘાયલ ઃ મૃતક યુવકો કામની શોધમાં રાજકોટ આવ્યા હતા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.2 ઃ રાજકોટના માલધારી ફાટક નજીક આવેલા રેલવે ટ્રેક પર સેલ્ફી લેતી વખતે પાછળથી વંદે ભારત ટ્રેન અડફેટે બે પરપ્રાંતીય યુવકના મૃત્યુ થયા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જયારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના માલધારીના ફાટક અને રાજકમલ ફાટક વચ્ચે આવેલા રેલ્વે ટ્રેક પર આજે બપોરના સુમારે સંદીપ વિદ્યારામ પટેલ (ઉવ.22), સંદીપ ઉર્ફે કુલદીપ સુરેશભાઈ કોહલી(ઉ.વ.21)અને કપિલદેવ બુદ્ધસાગર વર્મા (ઉવ.21) નામના યુવાનો  ફોનમાં સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે પાછળથી વંદે ભારત ટ્રેન આવી જતા ટ્રેનની હડફેટે આવી જતા સંદીપ વિદ્યારામ અને સંદીપ ઉર્ફે કુલદીપ સુરેશ કોહલીને ગંભીર ઈજા  પહોચાતા ઘટના બંનેને સ્થળે મૃત્યુ થયા હતા જયારે કપિલદેવ બુદ્ધસાગર વર્માને ગંભીર ઈજા પહોચતા સ્થાનિકો દ્વારા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોચી મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ પાસેથી જાણવા મળ્યું હતુ કે, મૃતક બન્ને યુવકો આજે જ હજુ કામની શોધમાં તેના મિત્રને ત્યાં આવ્યા હતા અને તેનો મિત્ર કપિલદેવ તેને લેવા માટે ગયો હતો અને ઘટના ઘટી હતી.ઈજાગ્રસ્ત યુવક કપિલ શ્રી શુભ નામના કારખાનામાં ઈગઈ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક