• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

લોકતંત્ર શું છે બતાવવા માગું છું ઃ સાંસદે મેજ ઉપર રાખ્યા કૃત્રિમ પગ

રાજ્યસભામાં સોમવારે હંગામો જોવા મળ્યો હતો, જ્યારે ભાજપના સાંસદ સી સદાનંદન માસ્ટરે પોતાના કૃત્રિમ (આર્ટિફિશિયલ) પગ મેજ ઉપર રાખી દીધા હતા. આ ઘટનાક્રમ રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન બન્યો હતો. જેનાથી સદનમાં માહોલ તણાવ ભરેલો બન્યો હતો. કેરળથી સંબંધ ધરાવતા સદાનંદન માસ્ટર જેઓ શિક્ષક પણ રહી ચુક્યા છે, તેણે પોતાની પહેલી સ્પીચમાં 31 વર્ષ પહેલા થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ મુક્યો હતો ક સીપીઆઈએમના કાર્યકર્તાઓએ હુમલો કરીને તેઓના પગ કાપી નાખ્યા હતા. પોતાની શારીરીક અક્ષમતાથી તેઓ બેઠા બેઠા ભાષણ આપી રહ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેઓ દેશને બતાવવા માગે છે કે લોકતંત્ર શું હોય છે. આ ભાવનાત્મક પ્રદર્શન ઉપર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. સીપીઆઈએમના સાંસદે વાંધો ઉઠાવતા જવાબમાં સદાનંદન માસ્ટરે કહ્યું હતું કે લોકતંત્ર, ટોલરેન્સ અને માનવતાની વાતો કરતા લોકો રાજનીતિક હિંસા માટે કમિટેડ હોય છે. જે લોકતંત્ર માટે યોગ્ય નથી. સ્પીચ બાદ સદાનંદને માફી માગી હતી કે સીપીઆઈએમએ આપેલી યાતનાના કારણે તેઓ પોતાની પહેલી સ્પીચમાં ઉભા થઈ શક્યા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક