• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

એર ઈન્ડિયાનાં પ્લેનમાં ફ્યૂલ સ્વિચ ખોટકાઈ ઃ ઉડાન અટકાવાઈ

લંડનથી બેંગ્લુરુ આવતા વિમાનમાં સ્વિચ બંધ થઈ જતી હતી ઃ તમામ વિમાનમાં ચકાસણીનાં આદેશ

નવીદિલ્હી,તા.2ઃ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 વિમાન ફરી એકવાર સલામતી કારણોસર ચર્ચામાં આવ્યું છે. લંડનથી બેંગ્લુરુ આવી રહેલાં એક વિમાનમાં ફ્યૂલ સ્વિચ ખરાબી સામે આવ્યા બાદ તેની ઉડાન અટકાવી દેવામાં આવી હતી. એર ઈન્ડિયા તરફથી આનાં વિશે ડીજીસીએને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ વિમાનોની ફ્યૂલ સ્વિચ તપાસવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો.

ફ્લાઈટનાં ક્રૂને વિમાનનાં ડાબા એન્જીનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં કંઈક ગડબડ ધ્યાને આવ્યા બાદ પાયલટને તેની જાણ કરવામાં આવી હતી. એન્જીન સ્ટાર્ટ કરવા દરમિયાન  આ સ્વિચની પોઝિશન વારંવાર બદલાતી હતી અને ઓન રહેવાનાં બદલે કટ ઓફ બાજું ફસકી જતી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના પાછળ પણ ફ્યૂલ કંટ્રોલ સ્વિચની ખામી મુખ્ય કારણ તરીકે ઉપસી આવી હતી. આ દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં બોઈંગનું 787 વિમાન ફરી એકવાર એવા જ કારણોસર ચર્ચામાં આવતાં ઘટનાની ગંભીરતા વધી જાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક