કાર્યવાહી
અલોકતાંત્રિક : વિપક્ષ નેતાનો સ્પીકર બિરલા સામે મોરચો, 70 સાંસદની કોંગ્રેસના નેતાની
તરફેણમાં રજૂઆત : સ્પીકરે ગૃહની ગરિમા જાળવવા કરી ટકોર
આંનદ
કે.વ્યાસ
નવી
દિલ્હી, તા.ર6 : કોંગ્રેસના નેતા-સાંસદ-વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ
બિરલા પર ગૃહમાં બોલવાની તક ન આપ્યાનો આરોપ લગાવ્યો છે. બુધવારે તેમણે કહ્યું કે લોકસભામાં
ગૃહની કાર્યવાહી અલોકતાંત્રિક રીતે ચાલી રહી છે. મુખ્ય મુદ્દાઓને ઉઠાવવાની તેમની વારંવાર
વિનંતીને અવગણવામાં આવી છે. લોકતંત્રમાં સરકાર અને વિપક્ષને સ્થાન હોય છે પરંતુ આ ગૃહમાં
વિપક્ષને કોઈ સ્થાન નથી. ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાયાબાદ કોંગ્રેસના
70 જેટલા સાંસદો સ્પીકર ઓમ બિરલાને મળવા ગયાઅને વિપક્ષના નેતાને બોલવા ન દેવા સામે
વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પહેલા
સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી કે કોઈ પણ સદસ્યનો વ્યવહાર ગૃહની
ગરીમાને અનુરુપ હોવો જોઈએ. મારા ધ્યાનમાં એવા ઘણાં મામલા આવ્યા છે જેમાં સદસ્યોનો વ્યવહાર
ગૃહની ગરીમાને અનુરુપ ન હતો. નેતા વિપક્ષ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાનો
વ્યવહાર ગૃહના રુલ 349ને અનુરુપ રાખે. સ્પીકરની આવી ટિપ્પણી સામે રાહુલ ગાંધીએ વાંધો
ઉઠાવ્યો અને કહ્યું કે મેં એવું કંઈ કર્યુ નથી.
રાહુલ
ગાંધીએ સ્પીકર બિરલા પર નિશાનો સાધતાં કહયું કે એક કન્વેન્શન છે કે નેતા વિપક્ષને બોલવા
દેવામાં આવે છે. હું જયારે પણ બોલવા ઉભો થાઉ છું તો મને બોલવા દેવાતો નથી. અહીં માત્ર સરકારને સ્થાન છે. એ દિવસે વડાપ્રધાન
મોદી કુંભ મેળા અંગે બોલ્યા, જેમાં હું મારી વાત જોડવા ઈચ્છતો હતો. હું બેરોજગારી અંગે
કંઈક કહેવા ઈચ્છતો હતો પરંતુ મને બોલવા ન દીધો. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાતચીતમાં
રાહુલ ગાંધીએ કહયુ કે લોકસભા અધ્યક્ષે મારા
વિશે કંઈક કહ્યું જ્યારે હું ઉભો થયો તો તેઓ ઉભા થઈને ચાલ્યા ગયા અને ગૃહની કાર્યવાહી
સ્થગિત કરી નાંખી જ્યારે પણ હું ગૃહમાં બોલવા માટે ઉભો થાઉ છું તો મને બોલવા દેતાં
નથી. છેલ્લા 7-8 દિવસમાં હું કંઈ બોલ્યો નથી, શાંતિથી બેઠો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ
ગોગોઈ, ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત અનેક સાંસદોએ રાહુલ ગાંધીની વાતમાં સૂર પૂરાવ્યો
હતો.