કીવી
ટીમ સામે વાપસીનો મોટો પડકાર, ટોસ બનશે નિર્ણાયક
હેમિલ્ટન,
તા.9 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણીનો ત્રીજો મુકાબલો મંગળવારે
સેડન પાર્ક ખાતે રમાશે. કેપ્ટન શુભમન ગિલ આ મુકાબલો જીતીને ટ્રોફી પર કબજો જમાવવા માગશે,
કારણ કે આ મેચ બાદ તે આગામી બે ટેસ્ટ મેચોની તૈયારી માટે ટેસ્ટ સ્ક્વોડમાં જોડાશે અને
અંતિમ બે વન-ડેમાં શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ સંભાળશે.
હેમિલ્ટનમાં
પણ વરસાદ અને ઠંડા હવામાનને કારણે પીચ ઝડપી બોલરો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ શકે છે.
પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી સિવાય ગિલ અને રોહિત શર્મા સીમ મૂવમેન્ટ સામે ખાસ પ્રભાવ
પાડી શક્યા નથી. રોહિતે પ્રારંભિક મેચોમાં 0 અને 23 રન જ બનાવ્યા હોવાથી તેના ફોર્મ
પર નજર રહેશે. બીજી તરફ, હેડ કોચ ગૌતમ ગંભીર અક્ષર પટેલને કે.એલ. રાહુલ પહેલાં નંબર-5
પર મોકલવાની વ્યૂહરચના પર પુનર્વિચાર કરી શકે છે, કારણ કે સ્વાગિંગ કન્ડિશન્સમાં રાહુલની
ટેકનિક વધુ ભરોસાપાત્ર સાબિત થઈ છે. ભારતીય પેસ એટેકમાં આકિબ નબી, ગુરનૂર બ્રાર અને
અંશુલ કમ્બોજે શાનદાર પ્રદર્શન કર્યું છે.
યજમાન
ન્યૂઝીલેન્ડ માટે ઈજાઓ સૌથી મોટો પડકાર
બની
છે.