એક્સ
ઉપર પોસ્ટ મારફતે ભવિષ્ય માટે શુભકામના પાઠવી
નવી
દિલ્હી, તા. 7 : ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરનો
કાર્યકાળ પૂરો થયા બાદ અભિનંદન પાઠવ્યા હતા. સાથે કહ્યું હતું કે, તેમણે 3 આઇસીસી ટ્રોફી
જીતી છે જે એવા ભરોસાનો પુરાવો છે કે ટીમને સૌથી આગળ રાખવામાં આવી છે. અજીત અગરકર લાંબા
સમય સુધી ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકર્તા રહ્યા છે. સિલેક્શન કમિટીના ચેરમેન રહેતા
સમયે ત્રણ વખત એવી ટીમ પસંદ કરી છે જેણે આઇસીસી ટ્રોફી જીતી છે. જેમાં ટી20 વિશ્વકપ
2024, આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો. 2023ના વિશ્વકપમાં
ફાઇનલમાં પહોંચનારી ટીમ પણ અગરકરનાં નેતૃત્વની પસંદગી સમિતિએ જ પસંદ કરી હતી.
ગૌતમ
ગંભીરે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપર લખ્યું હતું કે, અજીત અગરકર સાથે કામ કરવું
સન્માનની વાત છે. ત્રણ ટ્રોફી અગરકરના ભરોસાનો પુરાવો છે. જેમાં ટીમને હંમેશાં આગળ
રાખવામાં આવી છે. ઈતિહાસ અગરકરની સાથે વધારે સારો રહેશે તેમજ ભવિષ્ય માટે અગરકરને ખૂબ
શુભકામનાઓ ગંભીરે પોસ્ટ મારફતે પાઠવી હતી.
ઉલ્લેખનીય
છે કે અજીત અગરકરે ખૂબ જ નાજુક સમયે જવાબદારી સંભાળી હતી. ત્યારથી જ ટીમને સતત આગળ
રાખવામાં આવી હતી. અગરકરને વર્લ્ડ કપ 2027 સુધી ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે
જોવામાં આવી રહ્યા હતા પણ રોહિત શર્માના કોઈ મુદ્દાનાં કારણે બીસીસીઆઇથી તેઓ ખુશ નહોતા.
જેનાં કારણે એક્સટેન્શન મળ્યું નહોતું અને પોતાની પણ તૈયારી ઓછી હતી. અંતે અમુક બેઠકો
બાદ સાફ થયું હતું કે અગરકરનો કાર્યકાળ પૂરો થવાનો છે.