• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

નાઘેડીમાં 37 લાખના દારૂકાંડનો પડઘો : પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

દરોડામાં 10,409 બોટલ દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો, કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરાઈ 

જામનગર, તા.7 : જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક આવેલી જીઆઇડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડીને મોટા પાયે ચાલતું વિદેશી દારૂનું કાટિંગ પકડી પાડયું હતું. આ દરોડામાં રૂ. 37.21 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 10,409 બોટલો, બે ટ્રક અને મોટરસાઇકલ સહિત પાંચ વાહનો મળીને કુલ રૂ. 1,37,58,491નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એસએમસીની ટીમે જમનાદાસ જેઠવાણી અને યુવરાજાસિંહ કાળુભા ચૂડાસમાને ઝડપી લીધા હતા, જ્યારે રામકો, કાના મોઢવાડિયા, જીગો, ઈરફાન કાસમ સહિત 9 શખસને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ દરોડા બાદ પીએસઆઇ સહિત 8 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી તેમની જિલ્લાફેર બદલી કરાઈ છે.

પંચકોશી બી ડિવિઝન હદમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાતાં જિલ્લા પોલીસ વડા (એસપી) ડો. રવિમોહન સૈની લાલઘૂમ થયા છે. સ્થાનિક પોલીસની બેદરકારી સામે કડક વલણ અપનાવીને એસપીએ પંચકોશી બીના પીએસઆઈ એલ. બી. જાડેજા સહિત આઠ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા અન્ય પોલીસ કર્મચારીઓમાં એએસઆઈ ધર્મેન્દ્રાસિંહ (ધમભા) ઝાલા, પ્રદીપાસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપાસિંહ જાડેજા, નિર્મલાસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પોલાભાઈ ઓડેદરા અને મયુરાસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ સસ્પેન્ડેડ કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે, જેમાં ધર્મેન્દ્રાસિંહ ઝાલાની દેવભૂમિ છે. પોલીસકર્મીઓની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરાતા સમ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક