• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

જીવનનાં રસાયણનું રહસ્ય ઉકેલવા બદલ બે વિજ્ઞાનીને કેમિસ્ટ્રીનું નોબેલ

અણુનાં બે સ્વરૂપમાંથી ફક્ત એક જ ઉપયોગ રૂપ વિકસિત કરવાની પ્રક્રિયા શોધી હતી

નવીદિલ્હી,તા.7: સ્વીડનની રોયલ એકેડમીએ વર્ષ 2026 માટે રસાયણનો નોબેલ બે વિજ્ઞાની, ફ્રાન્સનાં હેન્રી બી.કાગન અને જાપાનનાં કેંસો સોઆઈને એનાયત કર્યા છે. આ સન્માન તેમને બહુ જૂનાં એક રહસ્યનાં ઉકેલ માટે આપવામાં આવે છે. કેટલાક અણુ બે પ્રકારનાં હોય છે. એક ડાબા અને બીજા જમણાં હાથ સમાન હોય છે. બન્ને એકબીજા જેવા જ લાગે છે પણ આપણા શરીરમાં ફક્ત એક પ્રકારનાં અણુ જ કામ કરે છે. બીજો નહીં. વૈજ્ઞાનિકો લાંબા સમયથી આનો જવાબ શોધતા હતાં કે પ્રકૃતિએ આમાં ફક્ત એકને જ શા માટે પસંદ કર્યા?

આપણા શરીરમાં લોહીથી લઈને માંસ કે પ્રોટિન સુધી બધું જ એક પ્રકારનાં અણુમાંથી બનેલું છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં હોમોચિરેલિટી કહે છે. એમીનો એસિડ નામક અણુ પ્રોટિન બનાવે છે. તે બે રૂપમાં હોય છે. જો કે શરીરમાં ફક્ત એક જ રૂપ જોવા મળે છે. તેનું બીજું રૂપ પ્રકૃતિમાં બહુ ઓછું જોવા મળે છે. જો કે પ્રયોગશાળામાં અણુ બનાવવામાં આવે ત્યારે બન્ને અણુ બરાબર પ્રમાણમાં બને છે. દવા બનાવતાં વિજ્ઞાનીઓ પરેશાન થઈ જતા કેમ કે આમાં અણુનું એક જ રૂપ કારગત રહેતું અને બીજું બેકાર અથવા તો નુકસાનકારક પણ સાબિત થતું હોય છે.

1986માં હેન્રી કાગને એક નવી પદ્ધતિ વિકસાવી અને રાસાયણિક પ્રક્રિયા એવી રીતે ચલાવી કે અણુનું ઉપયોગ સ્વરૂપ અધિક પ્રમાણમાં બનવા લાગ્યું. કેંસો સોઆઈએ 199પમાં એક ખાસ પ્રતિક્રિયા બનાવી અને તેમાં તેમણે 2003માં સફળતા મેળવી. આ પ્રક્રિયા એવી હતી જેમાં અણુનું એક જ રૂપ બનવા લાગ્યું. આ શોધ બદલ હવે તેમને રસાયણનું નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક