એશલે
નોફ્કે એશિયન ગેમ્સ બાદ પાકિસ્તાની ટીમ છોડશે
ઈસ્લામાબાદ,
તા. 23 : પાકિસ્તાની ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ફરી બદલાવ થયો છે. ટીમના બોલિંગ
કોચ એશલે નોફ્કેએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. એશલે એશિયન ગેમ્સ બાદ પાકિસ્તાની
ટીમથી અલગ થઈ જશે. એશલે નોફ્કેએ નેધરલેન્ડ સામે બે વર્ષ માટે કરાર કર્યો છે. જ્યાં
હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળશે.
નોફ્કેનો
પાકિસ્તાન સાથે કોન્ટ્રાક્ટ જૂન 2027 સુધીનો હતો. તેમ છતાં પદ છોડવાનો નિર્ણય કર્યો
છે. જુલાઈ 2026મા ફીલ્ડિંગ કોચ શેન મેડરમોટ પણ પાકિસ્તાનનો સાથ છોડી ચૂક્યા છે. વધુમાં
વ્હાઇટ બોલ બેટિંગ કોચ હનિફ મલિક અને ફિઝિયોથેરાપિસ્ટ ક્લિફ ડીકને પણ પદ ઉપરથી રાજીનામું
આપ્યું છે. નોફ્કેએ મે 2025માં પાકિસ્તાનની વ્હાઇટ બોલ ટીમના બોલિંગ કોચનું પદ સંભાળ્યું
હતું. હવે તેઓ નેધરલેન્ડના હેડ કોચ રયાન કૂકની જગ્યા લેશે. નોફ્કેની જવાબદારી વર્તમાન
ટીમને સંભાળવા સુધી સીમિત રહેશે નહીં. નેધરલેન્ડની નજર 2027 વન ડે વર્લ્ડ કપમાં જગ્યા
બનાવવા ઉપર પણ છે. ટીમે આઇસીસી પુરુષ વન ડે વિશ્વકપના ક્વોલિફાયરમાં જગ્યા નક્કી કરી
છે. આ ઉપરાંત 2028 ટી20 વિશ્વકપની દોડમાં પણ સામેલ છે. ભારતમાં રમાયેલા ગત વન ડે વિશ્વકપમાં
નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકા અને બંગલાદેશને હરાવ્યું હતું.