પોલીસે
વાહન ઝડપી ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો
મોરબી,
તા.23 : માળિયા હાઇ વે પરથી આઇશર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક
ઠસોઠસ ભરીને લઈ જવાતાં 71 ઘેટાંને પોલીસે બચાવી લીધાં હતાં. બનાવ અંગે માળિયા (મી.)
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માળિયા (મી.) પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજાસિંહ
પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ ફિરોઝ આદમ ઓડ, આરીફ ફિરોઝઓડ અને યુનુસ આદમ ઓડ,
ત્રણેય રહે. ખેડા જિલ્લો તેમજ મેરાભાઈ હમીરભાઈ ખાંભલા, રહે. ભુજ દ્વારા આઇશર ટ્રક નં.જીજે-09-ઝેડ-9365માં
નાના-મોટા મળી કુલ 71 ઘેટાંને પૂરતી જગ્યા ન હોવા છતાં ઠસોઠસ ભરીને લઈ જવાતાં હતાં.
ઘેટાંને લઈ જતી વખતે તેમના માટે જરૂરી ઘાસચારા કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન
હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. હાઇ વે પરથી પસાર થઈ રહેલી આ ટ્રકને પોલીસે ઝડપી
લઈને ઘેટાને મુક્ત કરાવ્યા હતા. પોલીસે ઘેટાં અને ટ્રક સહિત કુલ આશરે રૂ. 7.71 લાખનો
મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.