• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ભારત સામે ન્યુઝિલેન્ડે પસંદ કર્યા સાત પેસર્સ

T-20 શ્રેણી માટે ટીમનું એલાન: એડમ મિલ્નેની વાપસી,

રચિન રવીન્દ્ર બહાર

ક્રાઇસ્ટચર્ચ, તા. 23 : ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે પાંચ મેચની ટી20 શ્રેણી માટે ન્યુઝિલેન્ડે 16 સભ્યની ટીમનું એલાન કર્યું છે. વ્હાઇટ બોલ કેપ્ટન મિચેલ સેન્ટનર ટીમની કમાન સંભાળશે. ન્યૂઝિલેન્ડે ભારત સામેની શ્રેણીમાં સાત ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલરને જગ્યા આપી છે. જેમાં ઈજામાંથી પરત ફરેલો એડમ મિલ્ને પણ સામેલ છે.

ભારત સામેની શ્રેણી 22 ઓક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થવાની છે અને 11 દિવસમાં ચાર શહેરમાં પાંચ મુકાબલા રમાશે. ચાલુ વર્ષના ટી20 વિશ્વકપમાં ઉપવિજેતા રહેલા ન્યૂઝિલેન્ડની ટીમના 13 ખેલાડી ભારત સામે રમશે. માઇકલ બ્રેવેલ અને એડમ મિલ્ને ઈજાનાં કારણે વિશ્વકપ રમી શક્યા નહોતા.

34 વર્ષીય મિલ્નેએ ન્યૂઝિલેન્ડ માટે 56 ટી20 રમ્યા છે અને તેના નામે કુલ 243 ટી20 મેચ છે. તેણે અંતિમ વખત કીવી ટીમ માટે એક વર્ષથી વધુ સમય પહેલા ઝિમ્બાબ્વે સામે મેચ રમ્યો હતો. મિલ્નેની સાથે લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઇલ જેમિસન અને જેકબ ડફી જેવા અનુભવી પેસર્સ સામેલ છે. જાક ફાઉક્લસ અને નાથન સ્મિથને પણ ટીમમાં જગ્યા મળી છે. જો કે બેન સીયર્સ ઈજામાંથી બહાર આવી રહ્યો હોવાથી નામ ઉપર વિચાર કરવામાં આવ્યો નથી.

ભારત સામેની શ્રેણીમાં કીવીને રચિન રવીન્દ્રની કમી રરહેશે. એક પ્રમોશનલ શૂટ દરમિયાન તેને ખભામાં ઈજા પહોંચી હતી અને રિકવરીમાં છ અઠવાડિયા થવાની સંભાવના છે. ટી20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનારી ફિન એલન અને ટિમ સિફર્ટની જોડી ફરીથી ભારત સામે જોવા મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક