15
વર્ષની કારકિર્દીમાં પહેલીવાર ટોચ પર : બેટિંગ ક્રમાંકમાં પંત સાતમા સ્થાને પહોંચ્યો
દુબઇ,
તા.26: ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેની 1પ વર્ષની કેરિયર દરમિયાન પહેલીવાર
આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં નંબર વન બોલર બન્યો છે. સ્ટાર્કે ભારતીય ઝડપી બોલર
જસપ્રિત બુમરાહને હટાવીને પહેલું સ્થાન હાંસલ કર્યું છે. બુમરાહ નવેમ્બર 2024થી સતત
ટોચ પર હતો. બુમરાહની 638 દિવસ બાદ બાદશાહત ખતમ થઇ છે. તે હવે બીજા ક્રમે આવી ગયો છે.
બુમરાહ શ્રીલંકા વિરૂધ્ધની બે મેચની ટેસ્ટ શ્રેણીની ભારતીય ટીમનો હિસ્સો નથી. જેનું
તેને નુકસાન થયું છે. બીજી તરફ સ્ટાર્કે બાંગલાદેશ વિરુદ્ધના બીજા ટેસ્ટમાં 10 વિકેટ
લીધી હતી. જેનો તેને ફાયદો થયો છે. સ્ટાર્કના હાલ 872 રેટિંગ પોઇન્ટ થયા છે. બુમરાહના
ખાતામાં 862 અંક છે.
સ્ટાર્ક
અને બુમરાહ પછી કિવિઝ ફાસ્ટ બોલર મેટ હેનરી ત્રીજા સ્થાને છે. તેના 861 રેટિંગ પોઇન્ટ
છે. જયારે કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સ 841 અંક સાથે ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર
નાથન લિયોન બે ક્રમ ઉપર આવી 10 નંબર પર આવી ગયો છે જ્યારે પાકિસ્તાન સામેના હેડિંગ્લે
ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનાર ઇંગ્લેન્ડનો ઓલિ રોબિન્સન 1પ સ્થાનની છલાંગ લગાવી 11મા
ક્રમે આવી ગયો છે. જોશ ટંગે પણ 16 સ્થાનનો કુદકો લગાવી 17મા ક્રમે પહોંચી ગયો છે.
ટેસ્ટ
બેટિંગ ક્રમાંકમાં ઈંગ્લેન્ડનો હેરી બ્રુક ટોચ પર યથાવત છે. જો રૂટ બીજા ક્રમે છે.
તેના પછી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ છે. ભારતીય વિકેટકીપર ઋષભ પંત શ્રીલંકા સામેના
સારા દેખાવને લીધે 6 સ્થાનનો કુદકો લગાવીને સાતમા નંબર પર આવી ગયો છે. યશસ્વી જયસ્વાલ
11મા ક્રમે ખસી ગયો છે.