• ગુરુવાર, 21 મે, 2026

આર્સેનલ 22 વર્ષ બાદ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન

લંડન તા.20: પ્રીમિયર લીગનો ખિતાબ આર્સેનલ એફસી ટીમે કબજે કર્યોં છે. ટીમે 22 વર્ષના લાંબા અંતરાલ બાદ આ ટ્રોફી જીતી છે. છેલ્લે આર્સેનલ પ્રીમિયર લીગમાં 2004માં ચેમ્પિયન બની હતી. ગઇકાલે રાત્રે રમાયેલા મેચમાં માંચેસ્ટર સિટી ટીમને એએફસી બોર્નમાઉથે 1-1 ગોલની બરાબરી પર રોકી હતી. માંચેસ્ટર સિટીને ટ્રોફીની રેસમાં ટકી રહેવા હરહાલમાં જીત જરૂર હતી, પણ ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. આથી આર્સેનલ ટીમ પ્રીમિયર લીગમાં વિજેતા જાહેર થઇ હતી. આર્સેનલ ટીમ ચેમ્પિયન્સ લીગના ફાઇનલમાં પણ અગાઉ પહોંચી ચૂકી છે. જયાં તેની ટકકર 30 મેના બુડાપોસ્ટ ખાતે પેરિસ સેંટ જર્મેન સામે થવાની છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક