ગોમટા
ગામે શેડ પરથી પટકાતા યુવાનનું મૃત્યુ
ગોંડલ,તા.20:
ગોંડલ તાલુકાના ગોમટા ગામે આવેલી જીગર કેબલ કંપનીમાં એર પાઇપ ફાટિંગનું કામ કરતી વખતે
19 વર્ષીય યુવાન ધ્રુવ ભીખુભાઈ પરેચા ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં
તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ગોંડલ અને ત્યારબાદ
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 9 દિવસની ટૂંકી સારવાર બાદ
તેનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક ધ્રુવ ઉપલેટાના મોટી પાનેલી ગામનો વતની હતો અને શાપરની
ખાનગી પેઢીમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. બે બહેનો અને એક જોડિયા ભાઈમાં
સૌથી નાના અને આશાસ્પદ દીકરાના અકાળે અવસાનથી પરેચા પરિવાર પર આભ તૂટી પડયું છે.
19 વર્ષની નાની વયે કમાતા દીકરાએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું
ફરી વળ્યું છે.