એનઆઈએનું
ચાર્જશીટ: બે ભોમિયાએ ધાર્યુ હોત તો 26 લોકોનો ભોગ લેવાયો ન હોત
નવી
દિલ્હી, તા.20: પહેલગામ આતંકી હુમલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)નાં ચાર્જશીટમાં
લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફનાં ખૂંખાર આતંકવાદી સૈફુલ્લહ ઉર્ફે લંગડાને આરોપી નંબર-1
બનાવવામાં આવ્યો છે.
એનઆઈએનાં
આરોપનામા મુજબ પાકિસ્તાનનાં લાહોરમાં બેઠેલા સૈફુલ્લાહ સાજિદ જટ્ટ જ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ
અને ચાલક હતો. તે ત્રણેય આતંકી સાથે સતત સંપર્કમાં હતો અને તેને દિશાનિર્દેશો આપતો
હતો.
સાજિદ
જટ્ટ પાક.નાં કસૂરનો છે અને તેનાં પગમાં ગોળી લાગ્યા બાદ ખોટો પગ લગાવેલો છે. તેનાં
કારણે તેને લંગડા તરીકે ઓળખવામાં આવે છે. તે 200પમાં સીમાપાર કરીને કાશ્મીરમાં ઘૂસ્યો
હતો. તેણે કુલગામમાં રહીને સ્થાનિક યુવાનોનું માનસ પરિવર્તન કરીને પોતાનું મોટું નેટવર્ક
બનાવી લીધું હતું.
ચાર્જશીટમાં
એવો પણ ખુલાસો થયો છે કે, બે સ્થાનિક ભોમિયા પરવેઝ અને બશીર અહેમદે ધાર્યુ હોત તો લોહીની
હોળી જેવા ભયાનક હુમલામાં 26 લોકોનાં જીવ બચાવી શકાયા હોત પણ આ બન્નેનાં મૌન અને આતંકીઓને
મળેલી સ્થાનિક મદદનાં કારણે કાશ્મીરનાં ઈતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલાને અંજામ
આપી શકાયો હતો.