• મંગળવાર, 31 માર્ચ, 2026

આજે રાજ્યને વિકાસકાર્યોની ભેટ આપશે મોદી

રૂપિયા 19,806 કરોડના વિકાસકાર્યો થશે : નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવશે, 38,000 પરિવારોને મળશે પોતાનું ઘર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી રાજ્યને રૂ.19,806.9 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં કેન્દ્રના ઊર્જા, રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાતના શહેરી વિકાસ અને આવાસ યોજનાનો સમાવેશ થાય છે. મુલાકાતથી ગુજરાતના આર્થિક અને માળખાગત વિકાસને મોટો વેગ મળશે. પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહેશે.

ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને રેલવે મંત્રાલય હેઠળ કુલ રૂ.10,921 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક માટે રૂ.3,645 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રોજેક્ટ્સ ગ્રીન એનર્જીને નેશનલ ગ્રીડ સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. પરિવહન ક્ષેત્રે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના ચાર પેકેજનું લોકાર્પણ થશે, જેની કુલ કિંમત રૂ.5,105 કરોડ છે. સાથે ઇડર-બડોલી બાયપાસ અને ધોળાવીરા-સાંતલપુર સેક્શનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. રેલવે ક્ષેત્રે હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન અને રાજકોટ-કાનાલુસ ડબાલિંગ પ્રોજેક્ટ હેઠળ જામનગર લાઇનનું લોકાર્પણ થશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ પણ કરોડોના વિકાસકાર્યો આકાર લેશે. જેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ રૂ. 5,295.5 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ખારીકટ કેનાલનો વિકાસ, ઇછઝજ અને અખઝજ સેવાનું આધુનિકીકરણ તથા સુભાષબ્રિજના સ્થાને નવા ફોર લેન બ્રિજનું નિર્માણ જેવા મહત્વના કામો હાથ ધરાશે. ગાંધીનગરમાં ગટર લાઇન નેટવર્ક, પેથાપુર ખાતે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રાંધેજામાં તળાવોના ઇન્ટરાલાંકિંગના કામોનું લોકાર્પણ થશે. ઉપરાંત જળ સંસાધન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, અને પ્રવાસન વિભાગના પ્રકલ્પો પણ લોકાર્પિત થશે.

ગ્રામીણ વિકાસ માટે એક મહત્ત્વના પગલા તરીકે, વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) હેઠળ ગુજરાતના 34 જિલ્લાઓના 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે. પગલાથી રાજ્યના હજારો ગરીબ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક