કાલથી
પંજાબ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો
રાજકોટ,
તા.20: ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વન ડે કપ્તાન શુભમન ગિલનું આજે રાજકોટમાં આગમન થઇ ચૂક્યું
છે. ગુરુવારે નિરંજન શાહ સ્ટેડિયમ પર પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમ વચ્ચે રણજી ટ્રોફી મેચ
શરૂ થશે. આ મેચમાં શુભમન ગિલ પંજાબ ટીમનો હિસ્સો બનશે જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર
જાડેજા સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમશે. આથી આ રણજી ટ્રોફી મેચનું આકર્ષણ વધી ગયું છે. બન્ને
ટીમ એલિટ ગ્રુપ બીમાંથી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા સંધર્ષ કરી રહી છે. આ માટે પંજાબ
અને સૌરાષ્ટ્ર ટીમે તેના બાકીના ત્રણેય મેચમાં જીત હાંસલ કરવી અનિવાર્ય છે. પંજાબ ટીમ
હાલ પોઇન્ટ ટેબલ પર 6 નંબર પર છે અને તેના ખાતામાં 11 અંક છે. આ સામે સૌરાષ્ટ્ર ટીમની
સ્થિતિ થોડી સારી છે અને પ મેચમાં 1 જીત અને 4 ડ્રોથી 13 પોઇન્ટ સાથે 4 નંબર પર છે.
કર્ણાટક (21), મહારાષ્ટ્ર (18) અને મધ્યપ્રદેશ (16) હાલ ગ્રુપ બીની ટોચની ત્રણ ટીમ
છે.