ન્યુઝીલેન્ડની
ટીમમાં ઝડપી બોલર ક્રિસ્ટિયન ક્લાર્કનો સમાવેશ
નાગપુર,
તા.20 : કિવિઝ સ્પિન ઓલરાઉન્ડર માઇકલ બ્રેસવેલનું ભારત સામેની પ મેચની ટી-20 શ્રેણીમાં
રમવું શંકાસ્પદ છે. બ્રેસવેલની કપ્તાનીમાં કિવિઝ ટીમનો વન ડે શ્રેણીમાં 2-1થી વિજય
થયો હતો. તેને રવિવારે ઇન્દોરમાં અંતિમ મેચ દરમિયાન પગના સ્નાયુ ખેંચાઈ જવાની ઇજા થઈ
હતી. ન્યુઝીલેન્ડ ટીમ કોચ રોબ વોલ્ટરે જણાવ્યું છે કે માઇકની (બ્રેસવેલ)ની ઇજા ગંભીર
નથી. ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને તેને રેસ્ટ મળી શકે છે. શ્રેણીના પછીના મેચોમાં
તેની ઉપલબ્ધિ પર બાદમાં નિર્ણય લેવામાં આવશે. બ્રેસવેલ હાલ ટીમ સાથે નાગપુરમાં જ છે.
બ્રેસવેલના કવર માટે ન્યુઝીલેન્ડની ટી-20 ટીમમાં ઝડપી બોલર ક્રિસ્ટિયન ક્લાર્કનો સમાવેશ
કરાયો છે. તેણે વન ડે શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો.